આંખની અંદરથી નીકળ્યા ૨૦ જીવતા કીડા

30 October, 2020 08:44 AM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

આંખની અંદરથી નીકળ્યા ૨૦ જીવતા કીડા

આંખની અંદરથી નીકળ્યા ૨૦ જીવતા કીડા

ચીનમાં રહેતા ૬૦ વર્ષના એક કાકાને આંખમાં દુખાવો ઊપડ્યો. થાકને લીધે દુખાવો થતો હશે એમ માનીને થોડા દિવસ દુખાવાની અવગણના કરી, પરંતુ પછીથી દુખાવો વધતો જતાં તેઓ સુજો શહેરની એક હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા. ડૉક્ટરે આંખનું ચેકિંગ કર્યું તો જમણી આંખના પોપચાની નીચે લગભગ ૨૦ જીવતા કીડા જોવા મળ્યા. ડૉક્ટરે ઑપરેશન દ્વારા આ કીડા કાઢી નાખ્યા. આ એક પ્રકારના પરોપજીવી કીડા છે. સામાન્ય રીતે આ બીમારી ડૉગી તેમ જ બિલાડીઓમાં જોવા મળે છે.  કીડાને લાર્વામાંથી સંપૂર્ણ વિકકિત કીડા થવામાં ૧૫થી ૨૦ દિવસ લાગે છે. કાકા પાસે કોઈ પાળતુ પ્રાણી ન હોવાથી તેમની આંખમાં આ કીડા કઈ રીતે પહોંચ્યા એ હજી પ્રશ્ન છે. જોકે બહાર કામ કરતી વખતે કોઈક પ્રકારે આ કીડા આંખમાં પહોંચ્યા હોઈ શકે એમ તેમણે કહ્યું હતું.

પરોપજીવી કીડાઓ માનવશરીરમાં જોવા મળ્યાનો આ પહેલો બનાવ નથી. ૨૦૧૮માં અમેરિકામાં એક મહિલાના ચહેરા પર મોટો કાળો ડાઘ દેખાતાં તે તપાસ કરાવવા ડૉક્ટર પાસે ગઈ તો તેની ચામડીની નીચે એક પરોપજીવી કીડો ઊછરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

international news china offbeat news