૨૦.૨ ફુટનું ગુલાબનું ટેડીબેર

19 February, 2021 10:56 AM IST  |  Beiging | Gujarati Mid-day Correspondent

૨૦.૨ ફુટનું ગુલાબનું ટેડીબેર

ચીનના હેઇનાન રાજ્યમાં વાનિંગ શહેરમાં રીજનરેટિવ મેડિસિન ઇન્ટરનૅશનલ લિમિટેડ દ્વારા યોજાયેલા ૧૦૮ યુગલનાં લગ્નના રિન્યુઅલ સમારોહમાં ગુલાબનાં ફૂલથી ૨૦ ફુટ અને બે ઇંચનું ટેડી બેઅર તૈયાર કરવામાં આવ્યું હતું, જેણે વિશ્વના સૌથી મોટા ગુલાબના ટેડી બેઅરનો રેકૉર્ડ કર્યો છે. ૪૮,૦૦૦ ગુલાબની પાંખડીઓને મેટલ વાયર ફ્રેમમાં અટેચ કરીને આ ટેડી બેઅર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ટેડી બેઅર ૧૫ ફુટ X ૧૦ ઇંચ લાંબું  અને ૧૨ ફીટ X ૧૦ ઇંચ પહોળું તેમ જ ૨૦ ફીટ X બે ઇંચ ઊંચાઈ ધરાવે છે. આ ટેડી બેઅર પ્રદર્શન માટે રાખી શકાય એ હેતુથી ૭ ટન વજનના આ ટેડી બેઅરની ગુલાબની પાંખડીઓને બદલે બનાવટી પાંખડીઓથી બદલવામાં આવશે.`

offbeat news international news china