એક તોલા સોનાની કિંમત ૧૧૩ રૂપિયા

16 January, 2023 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૫૯ની ૩ માર્ચે મહારાષ્ટ્રની એક જ્વેલરી શૉપના આ બિલમાં સોના-ચાંદીના ભાવ જોઈને લોકો સરપ્રાઇઝ્‍ડ થઈ ગયા છે

આ વાઇરલ બિલ મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે અને બિલ શિવલિંગ આત્મારામના નામે છે.

સોનાની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોશ્યલ મીડિયા પર જ્વેલરીનું ૬૦ વર્ષ જૂનું બિલ વાઇરલ થઈ રહ્યું છે. ૧૯૫૯ની ૩ માર્ચે મહારાષ્ટ્રની એક જ્વેલરી શૉપના આ બિલમાં સોના-ચાંદીના ભાવ જોઈને લોકો સરપ્રાઇઝ્‍ડ થઈ ગયા છે. એમાં એક તોલા સોનાની કિંમત માત્ર ૧૧૩ રૂપિયા હોવાનું જોવા મળ્યું છે. આ વાઇરલ બિલ મહારાષ્ટ્રના વામન નિંબાજી અષ્ટેકર નામની દુકાનનું છે અને બિલ શિવલિંગ આત્મારામના નામે છે.

offbeat news viral videos national news maharashtra