૧૯ વર્ષની ટીનેજર ૬૭ વર્ષના દાદા જેવડી ઉંમરના પુરુષને પરણી

04 August, 2021 10:38 AM IST  |  Haryana | Gujarati Mid-day Correspondent

૧૯ વર્ષની આ ટીનેજરને ૬૭ વર્ષના ખેડૂત સાથે પ્રેમ થઈ ગયો ત્યારે છોકરીના પરિવારે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

હરિયાણામાં પ્રેમનો એક અજબ કિસ્સો બની ગયો. ૬૭ વર્ષના એક માણસે પૌત્રી જેવડી (૧૯ વર્ષની) ઉંમરની છોકરી સાથે લગ્ન કર્યાં અને હવે તેઓ બન્ને પોતાની સલામતી જોખમમાં આવી જવાના ડરથી હાઈ કોર્ટનાં પગથિયાં ચડ્યાં છે. સોમવારે અદાલતમાં આ મુસ્લિમ પ્રેમી યુગલ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટમાં આવ્યું ત્યારે ત્યાં હાજર લોકો તેમને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

૧૯ વર્ષની આ ટીનેજરને ૬૭ વર્ષના ખેડૂત સાથે પ્રેમ થઈ ગયો ત્યારે છોકરીના પરિવારે જોરદાર વાંધો ઉઠાવ્યો હતો. જોકે છોકરી ૬૭ વર્ષના આ સિનિયર સિટિઝન સાથે રહેવા લાગી હતી અને પછી બન્નએે નિકાહ પણ કરી લીધા. હવે છોકરી અને તેના ૬૭ વર્ષના પતિ બન્નેના જીવને ખતરો છે એટલે તેમણે અદાલત પાસે રક્ષણ માગ્યું છે. હાઈ કોર્ટના ન્યાયાધીશ જે. એસ. પુરીએ શંકા વ્યક્ત કરી છે કે આ કિસ્સામાં કંઈક છુપાવાઈ રહ્યું છે. તેમના મતે ૧૯ વર્ષની ટીનેજર ૬૭ વર્ષના તેના દાદા જેટલી ઉંમરના માણસ સાથે કેમ શાદી કરે! શું આ કિસ્સામાં છોકરી પર કોઈ જાતનું દબાણ થયું હશે? પુરુષનાં આ પહેલાં લગ્ન છે? એવા સવાલ પણ જજના મનમાં ઉદ્ભવ્યા હોવાથી તેમણે હજી સુધી કોઈ ફેંસલો નથી આપ્યો. હા, છોકરીને સલામતી પૂરી પાડવા મહિલા કૉન્સ્ટેબલની નિયુક્તિ જરૂર કરાઈ છે.

પુરુષે કોર્ટમાં રજૂ કરેલા આધાર કાર્ડમાં તેના જન્મનું વર્ષ ૧૯૫૩ અને છોકરીનું જન્મ-વર્ષ ૨૦૦૧ બતાવાયું છે. તેમણે નિકાહ કર્યા હોવાનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું છે.

offbeat news national news haryana