૭ કરોડની ૧૪ ગરોળી

11 September, 2020 07:43 AM IST  |  Mumbai | Mumbai correspondent

૭ કરોડની ૧૪ ગરોળી

૭ કરોડની ૧૪ ગરોળી

બૉર્ડર સિક્યૉરિટી ફોર્સે બુધવારે પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં ભારત-બંગલા દેશ સરહદ પરથી દાણચોરી દ્વારા લાવવામાં આવતી ટોકે નામની દુર્લભ પ્રજાતિની ૧૪ ગરોળીઓ પકડી પાડી છે. પરંપરાગત દવાઓ બનાવવામાં વપરાતી આ ગરોળીઓની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ૭ કરોડ રૂપિયાની મનાય છે.
બીએસએફના જવાનોએ પરગુમટી સીમાચોકી પર એક સંદિગ્ધ વ્યક્તિને થેલો લઈને જતો જોયો અને તેનો પીછો કરવાની શરૂઆત કરી તો તે થેલો છોડીને નાસી ગયો હતો. આ થેલામાં દુર્લભ પ્રજાતિની ગરોળીઓ હતી. આ ગરોળીઓ વન વિભાગને સોંપવામાં આવી છે. એશિયા અને પેસેફિક મહાસાગરના કેટલાક હિસ્સામાં જોવા મળતી આ ગરોળીઓ ઝાડ પર રહે છે અને એક્ઝૉટિક ગણાતી હોવાથી કરોડો રૂપિયામાં વેચાય છે.

international news offbeat news