એક વીંટીમાં ૧૨,૬૩૮ હીરા અને વજન ૧૬૫ ગ્રામ

05 December, 2020 07:58 AM IST  |  Mumbai | Mumbai correspondent

એક વીંટીમાં ૧૨,૬૩૮ હીરા અને વજન ૧૬૫ ગ્રામ

એક વીંટીમાં ૧૨,૬૩૮ હીરા અને વજન ૧૬૫ ગ્રામ

લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે મેરઠના એક જ્વેલરે વિશ્વવિક્રમી વીંટી બનાવી છે. ૨૫ વર્ષ જૂના જ્વેલરે આ અનોખો નગીનો બનાવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી દીધું છે. આ મેરિગોલ્ડ ડાયમન્ડ રિન્ગમાં નાના-મોટા મળીને કુલ ૧૨,૬૩૮ હીરા વપરાયા છે. હરીશ બંસલ નામના ઝવેરીએ આ વીંટી બનાવી છે અને કબૂલ્યું છે કે આવી રિન્ગ બનાવવાની પ્રેરણા તેમણે સુરતમાં જ્વેલરી ડિઝાઇન વિશે અભ્યાસ કરતી વખથે મળેલી. હરીશનો વિચાર આમ તો ૧૦,૦૦૦ ડાયમન્ડ્સવાળી વીંટી બનાવવાનો હતો, પરંતુ સતત બે વર્ષથી આ ડિઝાઇનમાં નાની-મોટી ઇમ્પ્રૂવમેન્ટ થતી રહી હતી અને આખરે એમાંથી ૧૨,૮૩૬ હીરાવાળી આ વીંટીએ આકાર લીધો હતો. આટલા બધા હીરા હોવાને કારણે સ્વાભાવિકપણે વીંટીની સાઇઝ થોડીક જાયન્ટ છે અને વજન પણ દોઢસો ગ્રામથી વધુ છે. પ્રિસાઇઝ વજન કહીએ તો ૧૬૫ ગ્રામ છે. આ પહેલાં ૭૮૦૧ ડાયમન્ડ્સવાળી વીંટીનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ હતો, જે તૂટીને હવે હરીશ બંસલના નામે થઈ ગયો છે.
આ રિન્ગની કિંમત કેટલી હશે? તો એનો જ્વેલરે કોઈ ફોડ પાડ્યો નથી. કેમ કે આ વીંટી વેચવા માટે નથી. હરીશનું કહેવું છે કે ઘણા લોકોએ આ વીંટી ખરીદવામાં રસ બતાવ્યો છે, પણ તેને આ ગૌરવ લઈ શકાય એવો નાયાબ નગીનો વેચવો જ નથી.

international news offbeat news national news