ચુંબકીય શક્તિ ખીલવવા આ છોકરો પૂરાં ૫૪ મૅગ્નેટ્સ ગળી ગયો

10 February, 2021 11:03 AM IST  |  Londo | Gujarati Mid-day Correspondent

ચુંબકીય શક્તિ ખીલવવા આ છોકરો પૂરાં ૫૪ મૅગ્નેટ્સ ગળી ગયો

રીલી મોરિસન

બ્રિટનનો ૧૨ વર્ષનો એક છોકરો રીલી મોરિસન તાજેતરમાં ૫૪ મૅગ્નેટિક બૉલ ગળી જતાં તેને લાઇફ સેવિંગ સર્જરી દ્વારા બચાવવામાં આવ્યો હતો. રીલી મોરિસને જાન્યુઆરી મહિનાના આરંભમાં કુતૂહલ માટે કરેલા પ્રયોગમાં તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. રીલી મોરિસન પહેલાં ૧ જાન્યુઆરીએ અને પછી ૪ જાન્યુઆરીએ બે ભાગમાં લોહચુંબકના ૫૪ ગોળા ગળી ગયો હતો. ત્યાર પછી લોખંડ કે અન્ય ધાતુની વસ્તુઓ તેના પેટ પર ચોંટે છે કે નહીં એ જોવાનો તેણે પ્રયાસ પણ કર્યો હતો. જોકે તેણે ધાર્યા પ્રમાણે કાંઈ ન થયું, પરંતુ ચારેક દિવસ પછી પેટમાં તકલીફ શરૂ થતાં તેણે મમ્મીને કહ્યું અને મમ્મી તેને ડૉક્ટર પાસે લઈ ગઈ હતી. શરૂઆતમાં એક્સ-રે પછી ડૉક્ટરોએ ૨૫થી ૩૦ મૅગ્નેટિક બૉલ તેના પેટમાં હોવાનો અંદાજ બાંધ્યો હતો. જોકે ચુંબકીય તત્ત્વને કારણે રીલી મોરિસનના પેટની આંતરિક ત્વચા બળી જવાની શક્યતા હોવાથી ડૉક્ટરોએ ઇમર્જન્સી ઑપરેશન કર્યું હતું અને સર્જરી દરમ્યાન પેટમાંથી ૫૪ મૅગ્નેટિક બૉલ કાઢ્યા હતા. ડૉક્ટરોએ જણાવ્યું હતું કે જો તાકીદે ઇમર્જન્સી સર્જરી ન કરી હોત તો રીલીનો જીવ જોખમમાં મુકાયો હોત.

offbeat news international news great britai