જ્યારે પતંગની સાથે ૧૨ વર્ષનો છોકરો પણ હવામાં ઊડ્યો ને પછી...

10 December, 2020 08:30 AM IST  |  Lampung | Gujarati Mid-day Correspondent

જ્યારે પતંગની સાથે ૧૨ વર્ષનો છોકરો પણ હવામાં ઊડ્યો ને પછી...

હવામાં ઊડતો છોકરો

પતંગની મોસમ આવી રહી છે ત્યારે ઇન્ડોનેશિયાના લામ્પુન્ગમાં એક શૉકિંગ ઘટના ઘટી હતી જેણે ઘડીભર માટે હાજર સૌ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.  વાત એમ છે કે અહીંના એક ખુલ્લા ગ્રાઉન્ડમાં જાયન્ટ પતંગ ઉડાડવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. લાંબી પૂંછડીવાળા વજનદાર પતંગને એક છોકરો ચગાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે એના બીજા એક છેડાને પકડીને ઊભેલો બાર વર્ષનો છોકરો પતંગની સાથે હવામાં ઉપર ઊઠ્યો હતો. પવન અને ગતિ એટલી હતી કે ત્રીસ સેકન્ડમાં તો છોકરો લગભગ ત્રીસેક ફુટ જેટલો ઊંચે પહોંચી ગયો હતો અને પછી વજનને કારણે દોરી તૂટી પડતાં તે નીચે જમીન પર પડ્યો હતો. આ ત્રીસ સેકન્ડ દરમ્યાન ગ્રાઉન્ડ પરની પબ્લિકમાં જબરો હાહાકાર મચી ગયો. પેલો છોકરો જમીન પર પડતાં જ લોકોએ તેને ઊઠાવી લીધો અને તરત જ હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. બાળકને હાથમાં છ ફ્રેક્ચર આવ્યા છે બાકી હેલ્થ સ્વસ્થ છે.

આવી જ એક ઘટના ઑગસ્ટ મહિનામાં તાઇવાનમાં બની હતી. જેમાં ત્રણ વર્ષની છોકરી પતંગની સાથે હવામાં ૧૦૦ ફુટ ઊંચે સુધી હવામાં ઊડી હતી.

offbeat news international news indonesia china taiwan