સ્પેનનાં ૧૧૫ વર્ષનાં બ્રાન્યાસ મોરેરા વિશ્વનાં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ બન્યાં

22 January, 2023 10:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાલમાં તેમના પરિવારમાં ૧૧ પૌત્રો અને ૧૧ પ્રપૌત્રો છે

સ્પેનનાં ૧૧૫ વર્ષનાં બ્રાન્યાસ મોરેરા વિશ્વનાં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ બન્યાં

અમેરિકામાં જન્મેલા અને હાલમાં સ્પેનનાં રહેવાસી પરદાદી બ્રાન્યાસ મોરેરા ૧૧૫ વર્ષની વયે વિશ્વના સૌથી વયોવૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન પામ્યા છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે આ વિશેની માહિતી શૅર કરતાં જણાવ્યું હતું કે ફ્રાન્સના ૧૧૮ વર્ષના લ્યુસિલ રેન્ડનનું મૃત્યુ થતાં વર્ષ ૧૯૦૭માં અમેરિકાના સૅનફ્રાન્સિસ્કોમાં જન્મેલાં અને હાલમાં સ્પેનમાં રહેતાં ૧૧૫ વર્ષ ૩૨૧ દિવસનાં બ્રાન્યાસ મોરેરાને વિશ્વનાં સૌથી વૃદ્ધ વ્યક્તિ ઘોષિત કરાયાં હતાં. હાલમાં તેમના પરિવારમાં ૧૧ પૌત્રો અને ૧૧ પ્રપૌત્રો છે. 

offbeat news united states of america