૧૧૧ ફુટ, ૧૧ ઇંચ લાંબો લેગો બ્રિજ બન્યો બ્રિટિશ મ્યુઝિયમમાં

30 October, 2020 08:54 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

૧૧૧ ફુટ, ૧૧ ઇંચ લાંબો લેગો બ્રિજ બન્યો બ્રિટિશ મ્યુઝિયમમાં

લેગો બ્રિજ

બાળકો જ નહીં, લેગો બ્રિક્સનાં રમકડાં પુખ્તોમાં પણ પ્રિય છે. જોકે તાજેતરમાં એક મ્યુઝિયમમાં લેગોનો બ્રિજ બન્યો. ૨,૦૫,૦૦૦ લેગો ઇંટની મદદથી ૧૧૧ ફુટ, ૧૧ ઇંચ લાંબો પુલ તૈયાર કર્યો છે. આ પુલમાં ૫૫ ફુટ અને ૧૧ ઇંચનો ભાગ કોઈ પણ ટેકા વિનાનો છે. બ્રિટિશ સંગ્રહાલયમાં મુકાયેલો આ બ્રિજ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. આયર્ન જ્યૉર્જ મ્યુઝિયમે ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિવિલ એન્જિનિયર્સ સાથે મળીને આ લેગો વિશાળકાય લેગો બ્રિજ બનાવ્યો છે.

international news london offbeat news