૧૧ વર્ષની છોકરીએ ડેવલપ કરી આંખના રોગ શોધતી ઍપ

28 March, 2023 12:09 PM IST  |  Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent

લીના રફીકે કહ્યું કે ૧૦ વર્ષની હતી ત્યારથી જ ઓગલર આઇ સ્કૅન નામની ઍપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું

૧૧ વર્ષની છોકરીએ ડેવલપ કરી આંખના રોગ શોધતી ઍપ

કેરલાની ૧૧ વર્ષની એક છોકરીએ આઇફોનનો ઉપયોગ કરીને આંખના રોગને શોધવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ઍપ વિકસાવી છે. યુવતીની આ સિદ્ધિની સોશ્યલ મીડિયામાં ઘણી પ્રશંસા થઈ હતી. લીના રફીક નામની એક કોડરે પોતાની આ સિદ્ધિની વાત લિન્ક્ડઇન નામના પ્લૅટફૉર્મ પર કરી છે. તેણે દાવો કર્યો હતો કે આ ઍપ્લિકેશનનો ઉપયોગ કરીને કે મેલાનોમા, પેટરિજિયમ  અને મોતિયા જેવા આંખના રોગને શોધી શકાય છે. લીના રફીકે કહ્યું કે ૧૦ વર્ષની હતી ત્યારથી જ ઓગલર આઇ સ્કૅન નામની ઍપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે કમ્પ્યુટર વિઝન, ઍલ્ગરિધમ્સ, મશીન લર્નિંગ મૉડલ્સ જેવા વિવિધ વિષયોને સમજવામાં ૬ મહિના પસાર કર્યા હતા. ઍપ્લિકેશન ડેવલપ કરીને તેણે તરત ઍપ સ્ટોર પર નાખી હતી. લીનાની પોસ્ટે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સમાજ માટે ઉપયોગી પ્રોડક્ટ બનાવવા માટે તેણે કરેલા પ્રયાસને તમામ લોકોએ વખાણ્યા છે. એક યુઝરે લખ્યું કે શું કોઈ ઍપ એક મેડિકલ ડિવાઇસ હોઈ શકે છે, જેને મેડિકલ ડિવાઇસના નિયમોનું પાલન કરવું જરૂરી છે. 

offbeat news national news kerala app review technology news tech news