૧૦૦ વર્ષનાં વેઇટલિફ્ટર દાદીમા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ચમકી ગયાં

23 September, 2021 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્લૉરિડામાં રહેતાં એડિશ મુર્વેને ૧૦૦મી વર્ષગાંઠના ત્રણ દિવસ પહેલાં જ (પાંચમી ઑગસ્ટે) આ સન્માન આપવામાં આવ્યું હતું. દાદી કહે છે કે વેઇટલિફ્ટિંગને કારણે જ તેઓ વધુ તંદુરસ્ત બન્યાં છે.

૧૦૦ વર્ષનાં વેઇટલિફ્ટર દાદીમા ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં ચમકી ગયાં

સૌથી વધુ વયનાં સ્પર્ધાત્મક વેઇટલિફ્ટર તરીકે ૧૦૦ વર્ષનાં દાદીમાએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે. વળી તે આનું શ્રેય વિટામિનને તેમ જ રોજ રાત્રે પોતે માર્ટિની નામનો જે કૉકટેલ દારૂ પીએ છે એને આપે છે. ફ્લૉરિડામાં રહેતાં એડિશ મુર્વેને ૧૦૦મી વર્ષગાંઠના ત્રણ દિવસ પહેલાં જ (પાંચમી ઑગસ્ટે) આ સન્માન આપવામાં આવ્યું હતું. દાદી કહે છે કે વેઇટલિફ્ટિંગને કારણે જ તેઓ વધુ તંદુરસ્ત બન્યાં છે.
દાદી જ્યારે ૯૧ વર્ષનાં હતાં ત્યારે તેમણે પહેલી વખત વેઇટલિફ્ટિંગની શરૂઆત કરી હતી. જોકે શરૂઆતમાં તેમને જિમ જવાનું ગમતું નહોતું. તેમની એક ફ્રેન્ડ જેને હાડકાં નબળાં થઈ જવાની તકલીફ હતી, એ મદદ માટે તેમને જિમમાં સાથે લઈને આવી હતી. જિમના ટ્રેઇનરે મુર્વેને કઈ રીતે વેઇટ​લિફ્ટિંગ કરવું એ શીખવ્યું હતું. મુર્વે હજી પણ વેઇટલિફ્ટિંગની હરીફાઈમાં ભાગ લે છે. તેઓ ૪૦થી ૧૫૦ પાઉન્ડ (૧૮.૧૪ કિલોગ્રામથી ૬૮.૦૩ કિલોગ્રામ) જેટલું વજન ઊંચકી શકે છે.

offbeat news