સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે દાદા-દાદીને ભેટવા પ્લાસ્ટિકનો પડદો બનાવ્યો

15 May, 2020 09:20 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે દાદા-દાદીને ભેટવા પ્લાસ્ટિકનો પડદો બનાવ્યો

પ્લાસ્ટિકનો પડદો

કોરોના વાઇરસના પ્રસારને કારણે વિશ્વભરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ હવે નવું નથી રહ્યું. જોકે પરિવારજનોથી અંતર જાળવવું ઘણું અઘરું થઈ જતું હોય છે. ખાસ કરીને વડીલોને ચેપ ન લાગે એ માટે તેઓ એકબીજાને સ્પર્શે નહીં એ જરૂરી છે. જોકે કૅલિફૉર્નિયાની ૧૦ વર્ષની એક છોકરીએ સોશ્યલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરીને તેનાં દાદા-દાદીને ભેટવા માટે એક અનોખો માર્ગ શોધી કાઢ્યો હતો.
કેટલાંક ટ્યુટોરિયલ્સ જોઈને આ છોકરીએ શાવર-કર્ટન્સ અને કેટલીક અન્ય ચીજોના ઉપયોગથી પ્લાસ્ટિકનો એક પડદો બનાવ્યો અને એને દાદા-દાદીની રૂમના દરવાજે લગાવીને દાદા-દાદીને ભેટવાની પોતાની ઇચ્છા પૂરી કરી. પડદાની આ તરફ છોકરી અને બીજી તરફ દાદા-દાદી. જ્યારે આ કન્યા દાદા-દાદીને ભેટી રહી હતી ત્યારે તેની મમ્મીએ વિડિયો અને ફોટો લીધા હતા જે ફેસબુક પર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું, ‘એક વિડિયો પરથી પ્રેરણા લઈને તેણે પહેલાં તો જોઈતી ચીજોની યાદી તૈયાર કરી અને પછી પડદો તૈયાર કરીને દાદા-દાદીને ભેટવાની પોતાની ઇચ્છા પૂરી કરી.’
આ છોકરીના કામથી તેનાં દાદા-દાદી તો ખુશ થયાં જ છે, પણ ઇન્ટરનેટ પર પણ તેને ખૂબ વખાણવામાં આવી રહી છે.

offbeat news international news