3000 ફુટ ઊંચો પર્વત સર કરનારી ૧૦ વર્ષની કન્યા યંગેસ્ટ પર્વતારોહક બની

23 June, 2019 10:24 AM IST  | 

3000 ફુટ ઊંચો પર્વત સર કરનારી ૧૦ વર્ષની કન્યા યંગેસ્ટ પર્વતારોહક બની

૧૦ વર્ષની કન્યા યંગેસ્ટ પર્વતારોહક બની

અમેરિકાના કૅલિફૉર્નિયામાં યોસેમાઇટ પાર્કમાં ઊંચા અને સીધા ખડકોની હારમાળા છે. આ ખડકોનો કેટલોક ભાગ નાકની દાંડી જેવો સીધો અને ઊંચો હોવાથી એના પર ચડાણ કરવાના માર્ગને નોઝ રૂટ પણ કહેવાય છે. તાજેતરમાં કોલોરાડોમાં રહેતી સેલાહ શ્નેઇટર નામની ૧૦ વર્ષની ટબૂકડી કન્યાએ અહીંના ૩૦૦૦ ફુટ ઊંચા એલ કૅપ્ટન પર્વતના નોઝ રૂટ પરથી ચડાણ કર્યું હતું.

આ એ જ જગ્યા છે જ્યાં છેલ્લા કેટલાક સમયમાં ૩૧ પર્વતારોહકો મોતને ભેટ્યા હતા. એમ છતાં સેલાહે તેના પર્વતારોહક પપ્પા સાથે આ કપરા ચડાણને પાર પાડવાનું બીડું ઝડપ્યું હતું. તેના પપ્પા સાથે મળીને સતત પાંચ દિવસ મહેનત કરીને તે પર્વતની ટોચે પહોંચી હતી.

આ પણ વાંચો: મસૂરીમાં ૧૫,૦૦૦ પ્લાસ્ટિકની બૉટલમાંથી બની વૉલ-આર્ટ

 

આ પર્વત ચડનારી સેલાહ વિશ્વની સૌથી નાની વયની પર્વતારોહક બની છે.જોકે એ પછી જ્યારે તેને આ સાહસ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહેલું કે ‘મને તો પહાડ ચડવાની બહુ મજા આવી હતી. મેં તો મોજ ખાતર જ આ કામ કરેલું, પણ મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે મેં આ કામ કરી લીધું. હવે મને ‌પીત્ઝા ખાવાનું મન થયું છે.’

hatke news offbeat news gujarati mid-day