સપનામાં આવેલા નંબરની લૉટરી લેતાં લાગ્યું ૧.૯૭ કરોડનું ઇનામ

03 July, 2022 02:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સપનામાં આવેલા નંબરો પરથી તેણે લૉટરી લીધી હતી. જોકે એ વખતે તેને કલ્પના નહોતી કે આ નંબરો તેને આટલું મોટું ઇનામ લગાવશે.

સપનામાં આવેલા નંબરની લૉટરી લેતાં લાગ્યું ૧.૯૭ કરોડનું ઇનામ

માન્યામાં ન આવે પણ વાત સાચી છે. અમેરિકાના વર્જીનિયામાં એક વ્યક્તિએ સપનામાં દેખાયેલા નંબરો પર લૉટરી લગાવતાં તેને ૨,૫૦,૦૦૦ ડૉલર (લગભગ ૧,૯૭,૩૭,૭૨૫.૯૫ રૂપિયા)નું ઇનામ લાગ્યું હતું. લૉટરીના વિજેતા એલોન્ઝો કોલમૅને કહ્યું હતું કે તેણે હેન્રિકોમાં કૉર્નર માર્ટમાંથી લૉટરીની ટિકિટ ખરીદી હતી. જૂન મહિનાની ૧૧ તારીખે લૉટરીનો ડ્રૉ જોઈ રહેલા એલોન્ઝો કોલમૅને કહ્યું હતું કે લૉટરીના વિજેતા છ નંબરો અને બોનસ નંબરો તેની જ ટિકિટના હતા. તેણે કહ્યું હતું કે સપનામાં આવેલા નંબરો પરથી તેણે લૉટરી લીધી હતી. જોકે એ વખતે તેને કલ્પના નહોતી કે આ નંબરો તેને આટલું મોટું ઇનામ લગાવશે.

offbeat news