૧૩૫ કિલો વજનના જાડિયા આતંકવાદીને પકડીને જેલમાં લઈ જવા ટ્રક બોલાવવી પડી

20 January, 2020 08:45 AM IST  |  Mumbai Desk

૧૩૫ કિલો વજનના જાડિયા આતંકવાદીને પકડીને જેલમાં લઈ જવા ટ્રક બોલાવવી પડી

ઇરાકના મોસુલમાં રહેતા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ્સ ઑફ ઇરાક ઍન્ડ સિરિયાના આગેવાન અતિસ્થૂળ આતંકવાદી મુફ્તી શિફા અલ નિમાને પકડવા માટે અનેક જગ્યાઓએ સલામતી દળોએ છાપામારી કરી હતી અને આખરે તેને ઝડપી લીધો હતો. જોકે લગભગ ૧૩૪ કિલો વજન ધરાવતા મુફ્તી શિફા અલ નિમાને જેલમાં લઈ જવાનું કામ અઘરું હતું. તેને જેલમાં લઈ જવા માટે ટ્રક બોલાવવી પડી હતી. શિફા અલ નિમા અગાઉ આતંકવાદી સંગઠન માટે હત્યાઓ, ફાંસીઓ અને બૉમ્બધડાકાના આદેશો આપતો હતો અને ફતવા બહાર પાડતો હતો.

અબુ અબ્દુલ બારીને નામે પણ ઓળખાતા શિફા અલ નિમાને તેના છુપા સ્થળેથી પકડવામાં આવ્યો હતો. અબુ અબ્દુલ બારી પર ૨૦૧૪માં મોસુલમાં પયગંબર યુનુસના મકબરાને નષ્ટ કરવાનો આરોપ હતો. એ પ્રાચીન મકબરા પર મુસલમાનો અને ખ્રિસ્તીઓ બન્ને આસ્થા ધરાવતા હતા. સિરિયામાં ઇસ્લામિક સ્ટેટ્સના આતંકવાદીઓ સામે લડતાં બહુરાષ્ટ્રીય દળોમાં સામેલ બ્રિટન સહિતના દેશોએ શિફા અલ નિમાની ધરપકડ થતાં ખુશી વ્યક્ત કરી હતી.

offbeat news international news iraq