જ્યારે જિરાફે પ્રવાસીઓનો પીછો કર્યો

15 January, 2022 10:56 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો

સફારીનું શૂટિંગ કરતા વિડિયોમાં જિરાફની દોડ પણ આવી ગઈ છે

સાઉથ આફ્રિકાના ગેમ રિઝર્વ ટૂરિસ્ટ સફારીમાં એક જિરાફ મુલાકાતીઓના વાહનની પાછળ દોટ લગાવી રહ્યું હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. આ જિરાફને નાનપણમાં ત્યજી દેવામાં આવ્યું હતું, પરંતુ એને ફરીથી જંગલમાં છોડી દેવામાં આવ્યું હોવાથી હજી પણ એનામાં ઘણું જંગલીપણું છે. જિરાફનું કદ અને આક્રમકતા શરૂમાં ભય પમાડી શકે એમ છે પરંતુ એ બિલકુલ હાનિકારક નથી, એ માત્ર જિજ્ઞાસાને કારણે વાહનની પાછળ દોડ્યું હતું. 
સફારીનું શૂટિંગ કરતા વિડિયોમાં જિરાફની દોડ પણ આવી ગઈ છે. જોકે સફારીની જીપના ડ્રાઇવરે અગમચેતી વાપરીને જીપ સ્પીડમાં દોડાવતાં જિરાફને પાછળ રાખી શકાયું હતું. જોકે અંતે જિરાફ જીપની આગળ આવી એના પર એક નજર નાખીને પાછું આરામથી જંગલ ભણી પાછું વળી જાય છે. આ ફુટેજ વર્ષ ૨૦૨૧ના પ્રારંભનું છે. 

offbeat news international news