નદીમાં દેખાયું 65 ફુટનું રાક્ષસ, બહાર કાઢતા જોયું તો લોકો ચોકી ઉઠ્યા

20 September, 2019 06:09 PM IST  |  મુંબઈ ડેસ્ક

નદીમાં દેખાયું 65 ફુટનું રાક્ષસ, બહાર કાઢતા જોયું તો લોકો ચોકી ઉઠ્યા

(તસવીર સૌજન્ય ધ પેપર વીડિયો)

ચીનની યાંગ્તેજ નદીમાં રહસ્યમય રાક્ષસ જોવા મળ્યું, ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ ચર્ચામાં છે. BBCની ખબર પ્રમાણે, પીયર વીડિયોએ આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેને 6 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને લઇને લોકો અનેક પ્રકારની વાતો કરે છે.

સોશિયલ મીડિયા પર આ ક્રિએચરને પાણીનો રાક્ષસ કહેવામાં આવી રહ્યો છે. હુબઇ પ્રાંતના થ્રી જૉર્જ ડેમમાં મોજાઓ વચ્ચે આ ક્રિએચર દેખાયો. કેટલાક લોકોએ અનુમાન લગાવ્યો કે પ્રદૂષણમાં વધારો થવાને કારણે આનો જન્મ થયો છે, અન્ય લોકોએ આને પૌરાણિક રાક્ષસ જણાવ્યું.

ધ ગાર્ડિયને વૈજ્ઞાનિકો દ્વારા લખે છે કે આ થિયરીઝને વ્યર્થ જણાવી અને કહ્યું કે આ પાણીમાં જોવા મળતો વિશાળકાય સાંપ હોઇ શકે છે.

પણ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો તો લોકો ચકિત થઈ ગયા. ધ ગાર્ડિયન પ્રમાણે જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યું તો તે 65 ફુટ લાંબુ એરબૅગ નીકળ્યું. એક નૌકા ઘાટ પર કામ કરતાં લોકોને કાળા ટ્યૂબિંગનો એખ લાંબો ટૂકડો મળ્યો, જે એક શિપયાર્ડમાંથી છોડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : બોલીવુડમાં જોવા મળતો પિતા-પુત્રીનો પ્રેમ

શાંઘાઇસ્ટે તસવીરો શેર કરી છે. જેને લોકો પાણીનો રાક્ષસ સમજી રહ્યા હતા તે એક એરબૅગ નીકળ્યો. આ એરબૅગને ટૂંક સમયમાં જ ડિસ્પોઝ કરી દેવામાં આવશે.

china offbeat news offbeat videos