અતરંગી પહેરવેશની પરેડ

13 January, 2020 10:20 AM IST  |  Mumbai Desk

અતરંગી પહેરવેશની પરેડ

પશ્ચિમ આફ્રિકન દેશ બેનિનના પોર્ટો-નોવો શહેરમાં છેલ્લા એક વીકથી પોર્ટો-નોવો ઇન્ટરનૅશનલ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. એમાં વુડુ એટલે કે તંત્ર-મંત્રની અંધશ્રદ્ધાભરી વાતોમાં માનનારા લોકો દ્વારા જાતજાતની જાહેર પ્રવૃત્તિઓ યોજાય છે. આ ચોથું વર્ષ હતું જેમાં આફ્રિકન દેશોમાંથી લગભગ ૧૨૦૦ લોકો કલ્ચરલ અને રિચ્યુઅલ માસ્ક પહેરીને ગ્રૅન્ડ પરેડમાં જોડાયા હતા. એમાં કેટલાક લોકો ઘાસના પૂળાની અંદર ઢબૂરાઈને ચાલ્યા હતા તો કેટલાક લોકો પગથી માથા સુધી ટ્રેડિશનલ રંગબેરંગી કપડાં પહેરીને અમુક-તમુક દેવી-દેવતાઓનો અવતાર ધારણ કરીને પરેડમાં સામેલ થયા હતા.

international news offbeat news africa