કોણ બનશે વડાપ્રધાન? સાચો જવાબ આપશો તો અહીં મળશે ડિસ્કાઉન્ટ

22 May, 2019 05:45 PM IST  |  મુંબઈ

કોણ બનશે વડાપ્રધાન? સાચો જવાબ આપશો તો અહીં મળશે ડિસ્કાઉન્ટ

કોણ બનશે વડાપ્રધાન? સાચો જવાબ આપશો તો અહીં મળશે ડિસ્કાઉન્ટ

ગુરૂવારે આવનારા પરિણામો પર આખા દેશની નજર ટકેલી છે. થોડા જ કલાકોમાં ખબર પડી જશે કે કોણ વડાપ્રધાન બનશે. દેશની સત્તા કોના હાથમાં હશે. શું ફરી એકવાર મોદી લહેરની અસર હશે કે પછી સત્તા પરિવર્તન થશે?

ચૂંટણીના પરિણામોને લઈને રાજનૈતિક ગલિયારાઓમાં પણ હલચલ છે સાથે જ બજારમાં પણ ચૂંટણીના પરિણામો પર નજર ટકાવીને બેઠું છે. કંપનીઓ આ મોકાનો ખૂબ જ ફાયદો ઉઠાવી રહી છે. ઓનલાઈને ફૂડ ડિલીવરિંગ પ્લેટફોર્મ ઝોમેટોએ ચૂંટણીના પરિણામોને લઈને નવી સ્કીમ કાઢી છે. જેના અંતર્ગત તમને ફૂડ ઑર્ડર પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. સ્કીમના પ્રમાણે જો તમે મતગણતરી પહેલા દેશના આગામી વડાપ્રધાન મામલે સાચી ભવિષ્યવાણી કરો છો તો તેમને 70 ટકા સુધીનું કેશબેક મળી શકે છે.

ઝોમેટોએ ઝોમેટો ઈલેક્શન લીગની શરૂઆત કરી છે. જેના અંતર્ગત તમારે દેશના આગામી વડાપ્રધાનનું નામ કહેવાનું છે. જો તમારી ભવિષ્યવાણી સટીક સાબિત થાય છે તો તમને કેશબેક મળશે. આ સ્કીમ અંતર્ગત જીતનારા ગ્રાહકોને દરેક ઓર્ડર પર 40 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અને જો તેમની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો તેમને 30 ટકા કેશબેક મળશે. જે ગ્રાહકોની ભવિષ્યવાણી સાચી સાબિત થશે તેમના વૉલેટમાં જાતે જ કેશબેક આવી જશે.

national news