ખેડૂત આંદોલનઃ ક્રિકેટર યુવરાજસિંહના પિતાએ આપ્યું આ વિવાદિત નિવેદન

05 December, 2020 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ખેડૂત આંદોલનઃ ક્રિકેટર યુવરાજસિંહના પિતાએ આપ્યું આ વિવાદિત નિવેદન

ફાઈલ ફોટો

સમર્થનમાં પહોંચેલા પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહ (Yuvraj Singh)ના પિતા યોગરાજસિંહે (Yograj Singh) હિન્દુઓને લઈને કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરી છે. યોગરાજસિંહે કિસાન આંદોલન દરમિયાન ભાષણમાં હિન્દુઓને લઈને એવી ટિપ્પણી કરી કે, જે બાદમાં તેઓની ધરપકડની માંગણી કરવામાં આવી છે. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

યોગરાજસિંહનું જે ભાષણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે તેમાં તેઓ પંજાબીમાં ભાષણ આપી રહ્યા છે. ભાષણ દરમિયાન તેઓ હિન્દુઓ માટે 'ગદ્દાર' શબ્દનો ઉપયોગ કરતા સાંભળવામાં આવે છે. તેઓ કહે છે કે, "આ હિન્દુ ગદ્દાર છે, 100 વર્ષ મુગલોની ગુલામી કરી." એટલું જ નહીં, તેમણે મહિલાઓને લઈને પણ વાંધાજનક ટિપ્પણી કરી હતી.

સોશિયલ મીડિયામાં અનેક યૂઝર્સે યોગરાજના નિવેદનની કડક નિંદા કરી છે. લોકોએ તેમના નિવેદનને ભડકાઉ, અપમાનજનક અને ધૃણાસ્પદ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે યોગરાજ પહેલા પણ પોતાના નિવેદનોને લઈને વિવાદમાં રહી ચુક્યા છે. થોડા સમય પહેલા યોગરાજસિંહે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને અંગે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું. યુવરાજસિંહને ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું ન હતું ત્યારે તેમણે ધોનીને નિશાન બનાવ્યો હતો.

 

national news