24 February, 2025 06:30 PM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
યોગી આદિત્યનાથ
૪૫ દિવસ ચાલનારા મહાકુંભમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ૧૨ વાર પ્રયાગરાજની મુલાકાત લીધી છે. સૌથી વધુ વાર મહાકુંભની મુલાકાત લેનારા તેઓ મુખ્ય પ્રધાન બની ગયા છે. ૧૩ જાન્યુઆરીએ મહાકુંભનો શુભારંભ થયો હતો અને ૧૯ જાન્યુઆરીએ મુખ્ય પ્રધાન યોગીએ પૂજ્ય શંકરાચાર્યો, સંત મહાત્માઓની મુલાકાત લીધી હતી અને સાથે જ વિવિધ એક્ઝિબિશન, બંધારણ-ગૅલરી અને પર્યટન-ગૅલરીનો શુભારંભ કર્યો હતો. ત્યાર બાદ બાવીસમી જાન્યુઆરીએ યોગી આદિત્યનાથ કૅબિનેટની બેઠક પણ મહાકુંભમાં યોજાઈ હતી અને આખા પ્રધાનમંડળ સાથે તેમણે પાવન સંગમ સ્નાન કર્યું હતું.