હાથી પર બેસીને યોગાસન કરતા બાબા રામદેવ પડી ગયા, જુઓ પછી શું થયું

13 October, 2020 09:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

હાથી પર બેસીને યોગાસન કરતા બાબા રામદેવ પડી ગયા, જુઓ પછી શું થયું

તસવીર સૌજન્ય: ટ્વીટર

યોગ ગુરુ બાબા રામદેવ (Baba Ramdev) હંમેશા કોઈકને કોઈક કારણસર ચર્ચામાં રહેતા હોય છે. હવે ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે અને તેમનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. આ વખતે ચર્ચામાં આવવાનું કારણ છે કે, હાથી પર બેસીને યોગ કરતી વખતે તેઓ હાથી પરથી પડી જાય છે અને પછી હાસ્યને પાત્ર બને છે. જોકે, આ ઘટનામાં બાબા રામદેવને કોઈપણ જાતની ઈજા નથી થઈ.

આ ઘટના સોમવારે બની હતી, મથુરાના મહાવન સ્થિત આશ્રમમાં. જ્યાં તેઓ હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા ત્યારે આ ઘટના બની હતી. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, બાબા રામદેવ હાથી ઉપર યોગ કરતી વખતે નીચે પડી જાય છે. આ વીડિયોમાં દેખાય છે કે બાબા હાથી ઉપર યોગ કરી રહ્યાં છે અને થોડી ક્ષણો બાદ હાથી ચાલવા લાગે છે. તેને લીધે બાબા તેમનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે. જોકે આ ઘટનામાં બાબાને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી ન હતી. તેઓ જેવા નીચે પડ્યા તે સાથે જ ઉભા થઈ ગયા અને સાથીઓ સાથે હસવા લાગ્યા. હવે તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બાબા રામદેવનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે અને સોશ્યલ મીડિયા યુઝર્સ તેમની મજાક ઉડાડી રહ્યાં છે.

એક યુઝરે બાબાને જોકર કહ્યાં હતા અને લખ્યું હતું કે, 'બાબા હાથી પર બેસીને સર્કસ કરી રહ્યા હતા અને પડી ગયા....જોકર.'

તો અન્ય એક યુઝરે લખ્યું કે, 'ભારતમાં હાથી ઘણા લોકો કરતા વધારે સમજદાર છે. તે જાણે છે કે ક્યારે ફેક યોગી પ્રચાર માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.'

આ વીડિયો જોઈને સોશ્યલ મીડિયા પર લોકો જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યાં છે.

national news viral videos baba ramdev