મિસિંગ AN-32:આઠ દિવસ પછી મળ્યો વિમાનનો કાટમાળ

11 June, 2019 05:52 PM IST  |  નવી દિલ્હી

મિસિંગ AN-32:આઠ દિવસ પછી મળ્યો વિમાનનો કાટમાળ

પ્રતીકાત્મક તસવીર

ગયા અઠવાડિયાથી ગુમ થયેલા ભારતીય વાયુસેનાના મિસિંગ વિમાન AN-32નો કાટમાળ મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન અરુણાચલ પ્રદેશમાં લિપોમાંથી વિમાનનો કાટમાળ મળ્યો છે. ભારતીય વાયુ સેનાના MI-17 હેલિકૉપ્ટર્સને આ પ્લેનનો કાટમાળ મળ્યો છે. આ વિમાન 3 જૂનના જોરહાટ વાયુમાર્ગથી ઉડાન બાદ મિસિંગ થઇ ગયું હતું. આ એરબેઝ ચીન સીમાની પાસે આવેલો છે. આ વિમાનમાં 13 લોકો સવાર હતા. જો કે, અત્યારે તેમના વિશે કાંઇ વધુ માહિતી મળી નથી. ભારતીય વાયુ સેનાના MI-17 હેલિકૉપ્ટર્સને આ વિમાનનો કાટમાળ મળ્યો છે. વાયુ સેનાએ જણાવ્યું કે MI-17 હેલિકૉપ્ટર્સ દ્વારા લગભગ 12,000 ફૂટની ઉંચાઇ પર નોર્થ ઑફ લિપોમાં જોવા મળ્યો હતો. અત્યારે આ વિસ્તારમાં સર્ચ મિશન ચાલુ છે.

ગત એક અઠવાડિયાથી આ વિમાનની શોધ સતત ચાલુ જ હતી. ખરાબ વાતાવરણને કારણે આ અભિયાનને કેટલીય વાર અટકાવવું પડ્યું. આ વિમાનમાં ક્રુના 8 સભ્યો અને 5 યાત્રાળુઓ સામેલ હતા. જો કે, તેમના વિશે વધુ કોઇ જ માહિતી મળી શકી નથી. આ બાબતે વાયુ સેનાએ કહ્યું કે વિમાનનો કાટમાળ મળ્યા બાદ તેમાં સવાર લોકો વિશે તપાસ કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.

મિસિંગ AN 32 વિમાનની તપાસ કરવા માટે સર્ચ ઑપરેશનમાં બે MI-17 હેલીકૉપ્ટર સાથે જ C-130J અને AN 32 વિમાન સામેલ હતા. આ અભિયાનમાં વાયુસેનાની સાથે સૈન્ય અને નૌસેનાના સર્વેલન્સ એરક્રાફ્ટ અને ઇસરોના સેટેલાઇટ પણ સામેલ હતા.

3 જૂનના ખોવાયું હતું વિમાન

આ વિમાને સોમવાર 3 જૂનના બપોરે 12.25 વાગ્યે અસમના જોરહાટ એરબેસથી ઉડાન ભરી હતી. આ વિમાનનો બપોરે 1 વાગ્યા પછી એર કંટ્રોલ ટાવર સાથે સંપર્ક તૂટી ગયો. વાયુસેનાએ આ વિમાનને શોધવા માટે એક સર્ચ ઑપરેશન ચલાવી રહી હતી. આ અભિયાન માટે સુખોઇ 30 એરક્રાફ્ટ અને સી-130 સ્પેશિયલ ઑપરેશન એરક્રાફ્ટ સામેલ કરાયું હતું. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે વાયુસેનાના ઉપપ્રમુખ રાકેશ સિંહ ભદૌરિયા સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો : હૉર્ન વગાડ્યા વિના આ ભાઈએ કરી ૧૫,૦૦૦ કિલોમીટરની સફર

national news