એ દિવસે હું હોત તો વિકાસને ગોળી મારીને વિધવા થઈ જાત: વિકાસ દુબેની પત્ની

25 July, 2020 11:49 AM IST  |  Kanpur | Agencies

એ દિવસે હું હોત તો વિકાસને ગોળી મારીને વિધવા થઈ જાત: વિકાસ દુબેની પત્ની

વિકાસ દુબે

ઉત્તર પ્રદેશના કાનપુરના બિકરુ ગામમાં ૮ પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવાઈ હતી. આ ઘટના બાદ કુખ્યાત ગૅન્ગસ્ટર વિકાસ દુબેનું સામ્રાજ્ય પણ નષ્ટ કરી દેવાયું. વિકાસ દુબે સહિત તેના મોટાભાગના ગુંડાઓનું એન્કાઉન્ટર કરી દેવાયું. ૮ પોલીસ કર્મચારીઓની શહીદી પર વિકાસ દુબેની પત્ની રુચા દુબે દુઃખ વ્યક્ત કરે છે. ઋચાનું કહેવું છે કે, પતિ અને પિતા તરીકે વિકાસ ઘણો સારો હતો, પરંતુ તે પોતાની ખોટી આદતો છોડી શકતો નહોતો. તેણે કહ્યું કે ૨-૩ જુલાઈએ જો તે બિકરુમાં હોત તો આ બધું ન થાત. ઋચાએ કહ્યું કે ‘હું જ વિકાસને ગોળી મારીને વિધવા થઈ જાત. ઘણા લોકો વિધવા બને તેનાથી તો સારું જ હોત.’
ઋચા કહે છે કે ‘હું ક્યારેય નહોતી ઈચ્છતી કે મારાં બાળકો વિકાસ જેવા બને. મેં તેમને ઘણા સમજાવ્યા, પરંતુ તેમણે ક્યારેય મારી વાત ન સાંભળી. હું મારા બાળકોને ત્યાં મુલાકાત કરાવવા ચોક્કસ લઈ જતી હતી. હું ઇચ્છતી હતી કે વિકાસના કોઈ પણ કૃત્યથી મારાં બાળકો પ્રભાવિત ન થયાં.’ વિકાસ સાથે ઋચાનાં લગ્ન ૨૩ વર્ષ પહેલાં થયાં હતાં.

કરોડોની સંપત્તિના સવાલ પર વિકાસ દુબેની પત્ની ઋચાએ કહ્યું કે ‘આ બધી ખોટી વાતો છે. જો મારી પાસે કરોડો રૂપિયા હોત તો હું નાના ઘરમાં રહેવાને બદલે વિદેશમાં રહેતી હોત. હું વિકાસ દુબેના કૃત્ય પર એ બધા પરિવારોની માફી માગું છું, જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે.’ સીસીટીવીથી બિકરુનો ઘટનાક્રમ જોઈ રહી હતી, એ સવાલ પર વિકાસની પત્નીનું કહેવું છે કે ‘સીસીટીવી ૪થી ૬ મહિના પહેલા જ લાગ્યા હતા.’

national news kanpur