મલ્ટિનૅશનલ રેસ્ટોરાંના ચિકનમાંથી કીડા નીકળ્યાં

10 October, 2012 05:49 AM IST  | 

મલ્ટિનૅશનલ રેસ્ટોરાંના ચિકનમાંથી કીડા નીકળ્યાં

શહેરની ફૂડ સેફ્ટી ઑથોરિટી (એફએસએ)એ બાદમાં ટેમ્પરરી આ રેસ્ટોરાં બંધ કરવાનો આદેશ આપ્યો હતો. શહેરના હાર્દસમા એરિયામાં આવેલી રેસ્ટોરાંમાં સોમવારે એક કસ્ટમરના ચિકનમાંથી કીડા નીકળ્યાં હતા. બાદમાં તેણે એફએસએને ફરિયાદ કરી હતી. એ પછી એફએસએના અધિકારીઓએ રેસ્ટોરાંમાં તપાસનો પ્રયાસ કર્યો ત્યારે કર્મચારીઓએ તેમને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.