World Press Freedom Day:આ દેશના પત્રકારોએ ઉઠાવ્યો હતો પ્રેસની સ્વતંત્રતાનો મુદ્દો

03 May, 2022 12:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંતો વિશે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેને વિન્ડહોકની ઘોષણા તરીકે પણ ઓળખવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રેસની સ્વતંત્રતા (Freedom of Press)એ એક એવો મુદ્દો છે, જેની ચર્ચા દુનિયાભરમાં થાય છે. લોકતંત્રની ચોથી જાગીર ગણાતાં મીડિયાને ઘણીવાર લોકો સુધી સાચી અને ખરી જાણકારી પહોંચાડવા દેવામાં આવતી નથી. દેશની સત્તા સંભાળતા લોકો પ્રેસના પોતાના હાથની કઠપુતળી બનાવી રાખવા માગે છે. દુનિયામાં ઘણાં એવા દેશો છે જ્યાં પ્રેસ લોકો સામે સત્ય લાવી શકતું નથી, તેથી દુનિયાભરમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ(World Press Freedom Day)મનાવવાની શરૂઆત થઈ. 

કેવી રીતે થઈ શરૂઆત

સૌથી પહેલા વર્ષ 1991માં દક્ષિણ આફ્રિકાના પત્રકારઓએ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાની માગ કરી હતી. આ પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની સ્વતંત્રતાના સિદ્ધાંતો વિશે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેને વિન્ડહોકની ઘોષણા તરીકે પણ ઓળખવામાં આવે છે. બે વર્ષ પછી 3 મે 1993 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ પ્રથમ વખત વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું.

શું છે ઉદ્દેશ

પ્રેસનું કામ દેશના લોકો સુધી સત્ય લાવવાનું અને તેમને જાગૃત કરવાનું છે, પરંતુ બદલાતા સમયની સાથે સાથે આ હક પણ મીડિયા પાસેથી છીનવી લેવામાં આવ્યો છે. આજે દુનિયાભરમાં પત્રકારો સાથે હિંસા થઈ હોવાના અઢળક સમાચારો સામે આવતાં રહે છે. વિશ્વ પ્રેસ સ્વતંત્રથા દિવસ ઉજવવાનો ઉદ્દેશ પત્રકારો સાથે થતી હિંસાને અટકાવવો અને તેમને લખવાની અને બોલવાની આઝાદી આપવાનો છે. 

આ વર્ષની થીમ
વિશ્વ પ્રેસ ફ્રીડમ ડે દર વખતે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની થીમ `ડિજીટલ સીઝ હેઠળ પત્રકારત્વ` છે.

national news