કોરોના સામે લડવા વિશ્વ બૅન્કે ભારતને ૭૬૦૦ કરોડના ઇમર્જન્સી ફંડની મંજૂરી

04 April, 2020 04:13 PM IST  |  Mumbai Desk

કોરોના સામે લડવા વિશ્વ બૅન્કે ભારતને ૭૬૦૦ કરોડના ઇમર્જન્સી ફંડની મંજૂરી

ભયાનક એવા કોરોના વાઇરસના રોગચાળાનો સામનો કરવામાં ભારતને મદદરૂપ થવા માટે વર્લ્ડ બૅન્કે ભારતને ૧ અબજ ડૉલરનું ઇમર્જન્સી રિસ્પોન્સ ફંડ મંજૂર કર્યું છે. વિશ્વ બૅન્કે ભારતને આરોગ્ય ક્ષેત્ર માટે અત્યાર સુધીમાં આપેલી આ સૌથી મોટી રકમની સહાયતા છે.

કોવિદ-૧૯ રોગચાળાને રોકવા, શોધવા અને એની સામે પગલાં લેવામાં તેમ જ જાહેર આરોગ્ય ક્ષેત્રમાં ભારતને તેની સજ્જતાને મજબૂત કરવામાં મદદરૂપ થવા માટે વર્લ્ડ બૅન્કે ભારતને આ સહાયતા મંજૂર કરી છે.
આ નવા ભંડોળમાં ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેવામાં આવશે. કોરોનાના ચેપગ્રસ્ત લોકો, કોરોના થવાનું જોખમ ધરાવતા લોકો, તબીબી અને ઇમર્જન્સી ક્ષેત્રના કર્મચારીઓ, સેવા પ્રદાન કરનારાઓ, તબીબી અને ટેસ્ટિંગ સુવિધાઓ તથા રાષ્ટ્રીય અને પ્રાણી આરોગ્ય એજન્સીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ ભંડોળનો ઉપયોગ કરી શકાશે.

world bank coronavirus covid19