મહિલાએ પોતાનાં ૪ ભૂત ચોરાયાંનો FIR નોંધાવ્યો, કોર્ટમાં પહોંચ્યો મામલો

25 December, 2018 05:42 PM IST  | 

મહિલાએ પોતાનાં ૪ ભૂત ચોરાયાંનો FIR નોંધાવ્યો, કોર્ટમાં પહોંચ્યો મામલો

આ મહિલાએ નોંધાવી છે ભૂત ચોરાવાની ફરિયાદ

ઉત્તર પ્રદેશના નરમા ડીહ ગામમાં રહેતી જૈલશદેવીએ તેમની પાડોશમાં રહેતી શાંતિદેવી અને તેના પતિ નંદલાલ સાહની પર પોતાનાં ચાર ભૂતો ચોરાયાં હોવાનો આરોપ લગાવ્યો હતો. ભૂતો પાછાં આપી દેવા માટે જૈલશ અને તેનો પરિવાર મરવા-મારવા પર આવી ગયાં હતાં. આ મામલે ત્રણ મહિના પહેલાં જૈલશદેવીના સમર્થકોએ શાંતિદેવીના ઘરે હુમલો કયોર્ હતો અને તેમની સાથે મારપીટ કરીને ઘરમાં આગ લગાવી હતી. એટલે શાંતિદેવી ફરિયાદ લઈને પોલીસમાં ગઈ. જોકે ત્યાં કોઈએ તેમની કોઈ વાત સાંભળી નહીં. અનેક ધક્કા ખાધા પછી જૈલશદેવી અને તેના પરિવારના સભ્યોના નામે ફરિયાદ નોંધવામાં આવી. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે પોલીસે હુમલાની તપાસ માટે બન્ને પરિવારોની પૂછપરછ કરવી શરૂ કરી. જોકે અનૌપચારિક વાતચીતમાં એવી ખબર પડી કે જૈલશદેવીને તેમનાં ઘરનાં ભૂતો ચોરાયા હોવાની શંકાને કારણે બીજા પરિવાર પર હુમલો કયોર્ હતો.

કોર્ટમાં સુનાવણી થાય એ પહેલાં જ બન્ને પરિવારો વચ્ચે સમજૂતી થઈ ગઈ હતી. શાંતિદેવીએ જૈલશદેવીનાં ચાર ભૂતો પાછાં આપી દીધાં એ પછી બન્ને વચ્ચે કોર્ટની બહાર જ સુલેહ થઈ ગઈ હતી.