હરિયાણા: કોલેજમાંથી પરીક્ષા આપીને બહાર આવતી યુવતીની ગોળી મારીને હત્યા

27 October, 2020 03:28 PM IST  |  Faridabad | Gujarati Mid-day Online Correspondent

હરિયાણા: કોલેજમાંથી પરીક્ષા આપીને બહાર આવતી યુવતીની ગોળી મારીને હત્યા

વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ

હરિયાણાના ફરિદાબાદમાં સોમવારે એક શોકિંગ બનાવ બન્યો છે. જે દરેકના રુંવાડા ઉભા કરી શકે છે. કોલેજમાંથી પરીક્ષા આપી બહાર આવતી 21 વર્ષની યુવતીની એક અજાણ્યા યુવકે ગોળી મારીને હત્યા કરી દીધી. ભરબપોરે થયેલી આ ઘટનામાં આરોપી હત્યા કરીને ગાડીમાં ફરાર થઈ ગયો હતો. પણ પોલીસે હત્યાના મુખ્ય આરોપી તૌફીકને આજે એટલે કે મંગળવારે પકડી પાડ્યો છે. પરંતુ યુવતીના ભાઈએ આરોપ મૂક્યો છે કે, યુવક, યુવતીનો ધર્મ પરિવર્તન કરવા ઈચ્છતો હતો. તેથી હવે આ ક્રાઈમ કેસે ધર્મનો વળાંક લીધો છે. યુવતીના પરિવારનું પણ કહેવું છે કે, યુવક યુવતીનો ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે અને આ જ મામલે વર્ષ 2018માં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સોમવારે સવારે હરિયાણાના ફરિદાબાદમાં આવેલ બલ્લભગઢની કોલેજમાં બી.કોમનાઅંતિમ વર્ષની પરીક્ષા આપવા ગયેલી 21 વર્ષીય યુવતી નિકિતા સાથે આ બનાવ બન્યો છે. આ બનાવનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.

ગઈકાલે નિકિતા જ્યારે પરીક્ષા આપીને કોલેજની બહાર નીકળ ત્યારે કારમાં આ લફંગો આવી પહોંચ્યો હતો અને તેને ગાડીમાં બળજબરીપૂર્વક ઉપાડી જવાનો પ્રયાસ કર્યો. યુવતીએ આ મામલે આનાકાની કરી તો તેને ગોળી મારીને તે ઘટના સ્થળેથી ભાગી ગયો. એટલું જ નહીં સીસીટીવીના ન પકડાય તે માટે તેણે પોતાના ચહેરો પણ ઢાંક્યો હતો. પીડિતા કોલેજમાંથી પરીક્ષા આપીને પાછી ફરતી હતી ત્યારે આઇ 20 કારમાં સવાર યુવક આવી તેની હત્યા કરી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છે.

જોકે, મંગળવારે પોલીસે આ મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીનું નામ તૌફિક છે. તે રાજસ્થાનના મેવાતનો રહેવાસી છે. બલ્લભગઢમાં થયેલી આ ઘટનાનો વીડિયો CCTVમાં રેકોર્ડ થયો છે. હવે આના આધારે પોલીસ અન્ય આરોપીને પણ શોધી રહી છે.

પરંતુ નિકિતાના પરિવારનું કહેવું છે કે, આ સમગ્ર મામલો ધર્મ પરિવર્તનનો છે. પીડિતાના ભાઈએ આરોપ મૂક્યો છે કે, યુવક નિકિતાનો ધર્મ પરિવર્તન કરાવવા માંગતો હતો અને એટલે જ તેને જબરજસ્તી કરતો હતો. જ્યારે પરિવારનું કહેવું છે કે, આ વાત સાચી છે કે આરોપી તેમની દીકરીનો ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે અને આ જ મામલે તેમણે વર્ષ 2018માં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

નોંધનીય છે કે, આ ઘટનાના પડઘા ચારે બાજુ પડ્યા છે. અનેક લોકો મહિલાઓ પર વધી રહેલા ગુનાહિત અત્યાચારોનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે પીડિતાના પરિવારે આ મામલે ત્વરિત કાર્યવાહી સાથે ન્યાયની અપીલ કરી છે.

national news haryana faridabad Crime News