એક વર્ષથી આ મહિલા ટોઈલેટમાં બંધ હતી, જાણો કેમ...

15 October, 2020 05:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક વર્ષથી આ મહિલા ટોઈલેટમાં બંધ હતી, જાણો કેમ...

તસવીર સૌજન્યઃ એએનઆઈ ટ્વીટર

હરિયાણામાં એક એવી ઘટના બની છે જેનાથી માણસાઈ ઉપરથી વિશ્વાસ જ નહીં રહે. એક માણસે તેની પત્નીને એક વર્ષ સુધી ટોઈલેટમાં કેદ રાખી હતી. પતિનું કહેવું હતું કે તે માનસિક રીતે અસ્થિર હતી.

રિશપુર ગામમાં એક મહિલા એક વર્ષથી ટોઈલેટમાં કેદ છે એ વાતની જાણ થતા વુમન પ્રોટેક્શન એન્ડ ચાઈલ્ડ મેરેજ પ્રોહિબીશન ઑફિસર રજની ગુપ્તા અને ટીમ આ સ્થળે પહોંચીને મહિલાને કેદમાંથી બહાર કાઢી હતી. ગુપ્તાએ કહ્યું કે, મને માહિતી મળી કે એક મહિલાને એક વર્ષથી પણ વધુ સમયથી ટોઈલેટની અંદર કેદ કરવામાં આવી છે. હુ મારી ટીમ સાથે પહોંચી અને જોયુ તો આ વાત સાચી હતી. મહિલાને જોતા લાગ્યુ કે તેણે છેલ્લા ઘણા દિવસોથી કઈ ખાધુ પણ નથી.

તેમણે ઉમેર્યું કે, તે મહિલા માનસિક અસ્થિર છે એમ કહેવાતુ હતુ તે વાત ખોટી છે. અમે તેની સાથે વાતચીત કરી જેના ઉપરથી જણાયુ કે તે નોર્મલ છે. અમે સુનિશ્ચિત નથી કરતા તે માનસિક રીતે અસ્થિર છે કે નહીં પણ તે એક વર્ષથી ટોઈલેટમાં કેદ હતી. અમે તેને બહાર કાઢીને તેના વાળ ધોયા. અમે પોલીસ ફરિયાદ કરી છે. આગળની કાર્યવાહી પોલીસ કરશે.

આ મહિલાના પતિનો દાવો છે કે તે માનસિક રીતે અસ્થિર છે. તેણે કહ્યું કે, અમે તેને કહેતા કે તે બહાર બેસે પરંતુ તે અમારી વાત માનતી નથી. તેમ જ અમે ડૉક્ટર પાસે પણ લઈ ગયા હતા પણ કોઈ સુધારો જોવા મળ્યો નહોતો.

પોલીસે કહ્યું કે, અમે આ બાબતે ફરિયાદ નોંધી છે. ડૉક્ટરની સલાહ લઈને આગળ કાર્યવાહી કરીશું.

haryana national news