મોતની સેલ્ફી : ફોટા પાડતી વખતે મહિલા પાણીમાં પડી

28 September, 2020 09:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મોતની સેલ્ફી : ફોટા પાડતી વખતે મહિલા પાણીમાં પડી

હિમાની મિશ્રા

સેલ્ફીનો ટ્રેન્ડ હજી પણ લોકો વચ્ચે યથાવત્ છે. કોઈ પણ સ્થળે લોકોને સેલ્ફી પાડવી હોય છે પરંતુ ઘણીવાર આ સેલ્ફી મોંઘી પડી શકે છે. સેલ્ફી લેવાના ચક્કરમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છએ. ભારત પણ તેમાંથી બાકાત નથી. છાશવારે આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આ યાદીમાં વધારે એક ઘટનાનો ઉમેરો થયો છે. ઘટના મધ્યપ પ્રદેશના ભોપાલની છે, જ્યાં એક મહિલાએ સેલ્ફીના ચક્કરમાં જીવ ગુમાવ્યો છે.

ભોપાલના કોલારમાં રહેતા ડોક્ટર ઉત્કર્ષ મિશ્રા પોતાની પત્ની હિમાની મિશ્રા (33) સાથે ભોપાલથી લગભગ 40 કિમી દૂર આવેલા હલાલી ડેમ ઉપર ફરવા આવ્યા હતા. હલાલી ડેમ આ વિસ્તારનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ડેમની પાસે તેમની પત્ની હિમાની સેલ્ફી લઇ રહી હતી. તેવામાં તેનું બેલેન્સ બગડ્યું અને તે 10થી 12 ફૂટ નીચે પાણીમાં પડી. ઉત્કરિષ મહેતાએ જણાવ્યું કે તેઓ ફોનમાં મેસેજ ચેક કરી રહ્યા હતા અને તેમની પત્ની ડેમ નજીક જઇને સેલ્ફી લઇ રહી હતી. પળવારમાં જ તેનો પગ લપસ્યો અને તે પામીમાં પડી ગઇ.

આ ઘટના બાદ તરત જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યુ. આખી રાત શોધખોળ કરતા મૃતદેહ અંતે બે કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો.

bhopal national news