Winter Solstice 2020: વર્ષનો આજે સૌથી નાનો દિવસ, હવે વધશે ઠંડી

21 December, 2020 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Winter Solstice 2020: વર્ષનો આજે સૌથી નાનો દિવસ, હવે વધશે ઠંડી

પ્રતીકાત્મક તસવીર

21 ડિસેમ્બર 2020 વર્ષનો સૌથી નાનો દિવસ અને લાંબી રાત હશે. આ ખગોળીય ઘટનાને Winter Solstice કહેવામાં આવે છે. સૂર્ય આ દિવસે કર્ક રેખાથી મકર રેખા તરફ ઉત્તરાયણથી દણિયાન તરફ પ્રવેશ કરે છે. આ તે સમય છે જ્યારે સૂર્યના કિરણો ખૂબ જ ઓછા સમય માટે પૃથ્વી પર રહે છે. સૂર્યની હાજરી લગભગ 8 કલાક હોય છે અને અસ્ત થયા પછી લગભગ 16 કલાકની રાત હોય છે.

વધી જશે ઠંડી
winter Solstice પછી ઠંડી ખૂબ જ વધી જાય છે. આ ઘટના પછી પૃથ્વી પર ચંદ્રમાની ચાંદની વધારે સમય સુધી રહે છે. જ્યારે સૂર્ય ખૂબ જ ઓછા સમય સુધી પોતાનો પ્રકાશ પૃથ્વી પર પાથરી શકે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો યોગ્ય સમય ટાઇમ ઝોન અને ભૌગોલિક સ્થિતિ પર પણ આધાર રાખે છે.

વિન્ટર સૉલ્સટિસનું વૈજ્ઞાનિક કારણ
વિન્ટર સૉલ્સટિસ એટલા માટે હોય છે કારણકે પૃથ્વી પોતાની ધરી પર લગભગ 23.5 ડિગ્રી વળેલી હોય છે અને ઢાળને કારણે પ્રત્યેક ગોળાર્ધને વર્ષ દરમિયાન જુદી જુદી માત્રામાં સૂર્ય પ્રકાશ પ્રાપ્ત થાય છે.

જણાવવાનું કે ડિસેમ્બર વિંટર સૉલ્સિટિસના દિવસે જ્યારે સૂર્યના સીધો કિરણો ભૂમધ્ય રેખાના દક્ષિણ તરફ મકર રેખા સાથે પહોંચે છે તો ઉત્તરી ગોળાર્ધમાં આ ડિસેમ્બર સંક્રાંતિ અને દક્ષિણી ગોળાર્ધમાં આને જૂન સંક્રાંતિ તરીકે માનવામાં આવે છે.

સમર સૉલ્સટિસ
વિન્ટર સૉલ્સટિસની વિપરીત 20થી 23 જૂન દરમિયાન Summer Solstice પણ ઉજવવામાં આવે છે. આ વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે. તો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસ અને રાતનો સમય સરખો હોય છે.

national news