વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્રનું સન્માન

14 August, 2019 11:02 AM IST  |  દિલ્હી

વિંગ કમાન્ડર અભિનંદનને વીર ચક્રનું સન્માન

ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સન્માન કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસના પર્વે વિંગ કમાન્ડર અભિનંદનનું વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે.

વિંગ કમાન્ડર અભિનંદનની સાથે જ ભારતીય વાયુ સેનાના સ્કવોડ્રન લીડર મિન્ટી અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાશે. સ્કવોડ્રન લીડર મિન્ટી અગ્રવાલને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાની વાયુ સેના વચ્ચેના સંઘર્, દરમિયાન ફાઈટર જેટ નિયંત્રક તરીકેની ભૂમિકા બદલ તેને આ પુરસ્કાર આપવામાં આવશે.

પાકિસ્તાની સરહદમાં પાકિસ્તાનના F16ને તોડી પાડનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન ફરી એકવાર મિગ 21 ફાઈટર પ્લેન ઉડાડતા દેખાશે. એક મેડિકલ બોર્ડે તેમને ફ્લાઈંગ ડ્યૂટી પર પાછા ફરવાનો રસ્તો સાફ કરી દીધો છે. IAF બેંગ્લુરુના ઈન્સ્ટીટ્યુટ ઓફ એરો સ્પેસ મેડિસિરને અભિનંદનને ફરી એકવાર ફાઈટર જેટની કૉકપિટમાં બેસવાની મંજૂરી આપી દીધી છે.

આ માટે અભિનંદને મેડિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડી હતી. જેમાં તે પાસ થઈ ગયા. મળતી માહિતી મુજબ અભિનંદન આગામી બે અઠવાડિયામાં ફાઈટર પ્લેન મિગ 21 ફ્લાય કરવાનું શરૂ કરશે. અભિનંદન પાકિસ્તાની સરહદમાં કેદ થયા હતા, પરંતુ તેમને બાદમાં ભારતને પાછા સોંપી દેવાયામાં હતા. જે બાદ એર ફોર્સે તેમની ફ્લાઈંગ ડ્યુટી પર રોક લગાવી દીધી હતી.

delhi national news