"મુંછે હો તો અભિનંદન જેસી વરના ના હો" - અભિનંદન લૂકનો લોકોમાં ટ્રેન્ડ

05 March, 2019 07:56 PM IST  | 

"મુંછે હો તો અભિનંદન જેસી વરના ના હો" - અભિનંદન લૂકનો લોકોમાં ટ્રેન્ડ

અભિનંદન લૂકનો લોકોમાં ટ્રેન્ડ

વિંગ કમાન્ડર અભિનંદનના વતન પરત પછી તેમના જેવી હેરસ્ટાઈલ અને ખાસ કરીને તેમની મૂંછોની સ્ટાઈલની નકલ કરવામાં આવી રહી છે. બેંગ્લોરના એક વાળંદે 650 જેટલા લોકોને વિંગ કમાન્ડર અભિનંદન જેવી સ્ટાઈલ કરી છે. ખાસ વાત એ છે કે આ વાળંદે કોઈ પણ વ્યક્તિના આવી મૂંછો કરવા માટે પૈસા લીધા નથી અને બધાને ફ્રીમાં વાળ કાપી આપ્યા છે. માત્ર બેંગ્લોર જ નહી મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં પણ એક વાળંદે અભિનંદન જેવી મૂંછ કરાવનારને ફ્રીમાં સેવા આપી છે.

બેંગ્લોરમાં એક વાળંદે ઓફર કરી હતી હતી કે, તેમના સ્પા અને સ્લૂનમાં એક દિવસ માટે ફ્રીમાં વાળ કાપી આપવામાં આવશે. અભિનંદનની હેરસ્ટાઈલ અને મુંછોની સ્ટાઈલને અભિનંદન કટ નામ આપવામાં આવ્યું છે. આમ કરવા પાછળનું કારણ યુવાઓને દેશની સેવાઓમાં જોડાવા પ્રેરણા આપવાનું હતું.

ઉલ્લેખનીય છે કે, દેશના અલગ અલગ સ્થળોથી અભિનંદનની વાપસીને ઉજવવામાં આવી રહી છે. દેશભરના વાળંદોએ પણ તેમની રીત અપનાવી છે. વિંગ કમાન્ડર અભિનંદનની મૂંછોની સ્ટાઈલને ઘણી પસંદ કરવામાં આવી રહી છે અને યુવાનો દ્વારા મોટા પાયે આવકારવામાં આવી રહી છે.

વિંગ કમાન્ડર અભિનંદન મિગ વિમાનથી પાકિસ્તાનના F-16નો પીછો કરી નષ્ટ કર્યું હતુ જો કે મિગ જેટ વિમાન ક્રેશ થતા પોતે પણ પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા. 60 કલાક બાદ તેમની વતન વાપસી થતા દેશભરમાં તહેવારનો માહોલ સર્જાયો હતો.