Abhinandan Varthaman Returns Updates: દેશમાં પરત ફર્યા 'અભિનંદન'

01 March, 2019 09:26 PM IST  |  અમૃતસર

Abhinandan Varthaman Returns Updates: દેશમાં પરત ફર્યા 'અભિનંદન'

દેશ જોઈ રહ્યો છે અભિનંદનની રાહ

લેટેસ્ટ અપડેટ્સ


વતન પરત ફર્યા 'અભિનંદન'

વિંંગ કમાન્ડર અભિનંદન ભારત પરત ફર્યા છે. પાકિસ્તાની રેનજર્સ દ્વારા બોર્ડર પર ભારતીય સેેનાને સોપવામાં આવ્યા છે. અભિનંદનને ભારતને સોપવામાં આવ્યા છે. હાલ વાઘા બોર્ડર પર કાર્યવાહી પૂરી થઈ છે અને અભિનંદન ભારતની સીમામાં પરત ફર્યા છે

અટારી-વાઘા બૉર્ડર પહોંચ્યા અભિનંદન

વિંગ કમાંડર અભિનંદર અટારી વાઘા બૉર્ડર પહોંચ્યા છે. ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને ભારતને સોંપવામાં આવશે.


લાહોરથી રવાના થયા અભિનંદન

અભિનંદર લાહૌરથી ભારત આવવા માટે રવાના થઈ ગયા છે. અહીં ભારતીય વાયુસેનાના અધિકારીઓની એક ટીમ તેમને રીસિવ કરશે. સાથે જ અભિનંદનના માતા-પિતા પણ ત્યાં પહોંચ્યા છે. જેમનું પહેલા દિલ્હીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.

વાઘા બૉર્ડર પર બીટિંગ રિટ્રીટ કેન્સલ

વિંગ કમાંડર અભિનંદનની મુક્તિને જોતા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. અટારી બૉર્ડર પર આજે થનારી બીટિંગ રિટ્રીટ કેન્સલ કરવામાં આવે છે. વિંગ કમાંડર અભિનંદનના પાછા આવવાના અહેવાલો આવતા જ અટારી બૉર્ડર પર ભીડ એકઠી થઈ ગઈ હતી. જેને જોતા આ નિર્ણય લેવાયો છે.

અભિનંદનને દિલ્હી લાવવામાં આવશે

અમૃતસરના ડેપ્યૂટી કમિશ્નર શિવ દુલાર સિંહ ઢિલ્લો એ કહ્યું કે વિંગ કમાંડર અભિનંદન આજે સીમા પારથી પાછા આવી રહ્યા છે. તેઓ ક્યારે પાછા આવશે તેનો કોઈ સમય નિશ્ચિત નથી. ભારતીય વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારી દિલ્હીથી અહીં પહોંચ્યા છે, તેઓ અભિનંદનને રિસીવ કરશે. તેમને દિલ્હીના પાલમ ટેક્નિરલ એરિયામાં લાવવામાં આવશે. વિંગ કમાંડર પહેલા ભારતીય વાયુસેનાના અધિકારીઓ અને અન્ય એજન્સીઓને મળશે

અભિનંદનના પાછા ફરવાની ખુશીમાં પૂજા

તમિલનાડુમાં પાકિસ્તાને વિંગ કમાંડર અભિનંદનને મુક્ત કરવાની ખુશીમાં કાલિકંબલ મંદિરમાં હોમગાર્ડ્સ દ્વારા આજે ખાસ ધન્યવાદ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું.

બીટિંગ રિટ્રીટ દરમિયાન અભિનંદનને સોંપવા માંગે છે પાકિસ્તાન
સૂત્રોના પ્રમાણે, પાકિસ્તાન અભિનંદનને બીટિંગ રિટ્રીટ સેરેમની દરમિયાન ભારતને સોંપવા માંગે છે, પરંતુ ભારત અભિનંદનને એ પહેલા જ સોંપવાની માંગણી કરી રહ્યું છે. અટારી-વાઘા બૉર્ડર પર સાંજે પાંચ વાગ્યો બીટિંગ રિટ્રીટ સેરેમની થાય છે.

વાઘા બૉર્ડર પર પહોંચી રહ્યા છે લોકો
વિંગ કમાંડર અભિનંદન વર્ધમાન આજે વાઘા બૉર્ડરથી પાછા આવશે. વાઘા બૉર્ડર પર મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

વાઘા બોર્ડર પર મોટી સંખ્યામાં પહોંચ્યા લોકો(તસવીર સૌજન્યઃ ANI)

અભિનંદનની મુક્તિને લઈને પેપર વર્ક પૂર્ણ
વિંગ કમાંડર અભિનંદન અટારી પહોંચે તે પહેલા અટારી સીમા પર ભારતીય વાયુસેનાની ટીમ પહોંચી ગઈ છે. અભિનંદનની મુક્તિની દિશામાં કામ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનમાં ભારતના ઉચ્ચાયુક્તે તેમની મુક્તિ માટે તમામ પ્રકારનું પેપર વર્ક પૂર્ણ કરી લીધું છે. આગળની કાર્રવાઈ માટે પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય પોતાનું નિવેદન જાહેર કરી શકે છે.