વિન્ગ કમાન્ડર અભિનંદન ફિટનેસ ટેસ્ટમાં પાસઃ ફરીથી ઉડાન ભરી શકશે

10 August, 2019 12:36 PM IST  |  નવી દિલ્હી

વિન્ગ કમાન્ડર અભિનંદન ફિટનેસ ટેસ્ટમાં પાસઃ ફરીથી ઉડાન ભરી શકશે

બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અને ભારતીય વાયુસેનાના પાઇલટ વિન્ગ કમાન્ડર અભિનંદને બૅન્ગલોર સ્થિત ઈન્સ્ટિટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિનની ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધી છે. હવે અભિનંદન ફરી મિગ-૨૧માં ઉડાન ભરી શકશે.

ગત ૨૭ ફેબ્રુઆરીએ પાક વાયુસેનાના એફ-૧૬ને અભિનંદને તોડી પાડ્યું હતું. આ દરમ્યાન અભિનંદનનું વિમાન પણ તૂટી પડ્યું હતું. વિમાનમાંથી કૂદી પડતી વખતે તેઓ પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરમાં પહોંચી ગયા હતા જ્યાં લોકોએ તેમના પર હુમલો પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ  કેરળમાં વરસાદી આફતઃ પૂરના કારણે ૪૨ જણનાં મૃત્યુ, કોચી એરપોર્ટ ત્રણ દિવસ બંધ

એ પછી પાકિસ્તાનને ભારતીય પાઇલટને ભારતને સોંપવાની ફરજ પડી હતી. ઈજાગ્રસ્ત અભિનંદનને ફરી ફાઈટર જેટ ઉડાવવા માટે ફિટનેસ ટેસ્ટમાંથી પાસ થવું પડે તેમ હતું. સૂત્રોનું કહેવું છે કે, અભિનંદન હવે ફાઈટર જેટ ઉડાવવા માટે ફિટ છે. જોકે હજી કેટલીક દસ્તાવેજી કાર્યવાહી બાકી છે જે પૂરી થયા બાદ અભિનંદને નાનો રિફ્રેશર કોર્સ કરવો પડશે. કારણકે કેટલાક મહિનાઓથી તેઓ વિમાન ઉડાવી રહ્યા નથી. એ પછી તેઓ ફરી ઉડાન ભરશે. અભિનંદનને વીરચક્ર આપવા માટે પણ હિલચાલ થઈ રહી છે. આ સંદર્ભે ૧૫ ઑગસ્ટે જાહેરાત થાય તેવી શક્યતા છે.

national news indian air force