વિંગ કમાન્ડર અભિનંદને ફરી ઉડાવ્યું મિગ 21, જુઓ વીડિયો

02 September, 2019 03:16 PM IST  |  પઠાણકોટ

વિંગ કમાન્ડર અભિનંદને ફરી ઉડાવ્યું મિગ 21, જુઓ વીડિયો

બી. એસ. ધનોઆ સાથે અભિનંદન વર્ધમાન

એર ચીફ માર્શલ બી.એસ. ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદને સોમવારે પઠાણકોટ એરબેઝ પરથી મિગ 21 ફાઈટર જેટ ઉડાવ્યું. નિવૃત્તિ પહેલા વાયુસેનાના ચીફ બીએસ ધનોઆએ છેલ્લી વખત ફાઈટર જેટ ઉડાવ્યું.

એર ચીફ માર્શલ બીએસ ધનોઆ અને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ 21ના ટાઈબ 69 ફાઈટર જેટના ટ્રેનર અવતરણમાં ફ્લાય કર્યું. ફાઈટર જેટ મિગ 21માં વાયુસેના પ્રમુખની આ છેલ્લી સવારી હતી. તેમણે મિગ 21માં 30 મિનિટની સવારી કરી.

મિગ 21ની સવારી કર્યા બાદ એર ચીફ માર્શળ બીએસ ધનોઆએ કહ્યું મારા માટે અભિનંદન સાથે ફ્લાય કરવું ખુશીની વાત હતી, કારણ કે તેમને પોતાની ફ્લાઈંગ શ્રેણી પાછી મળી છે. તેમણે કહ્યું કે મને 1988માં પણ હટાવાયો હતો, પરંતુ મને મારી શ્રેણી પાછી લેવામાં 9 મહિના લાગ્યા હતા. તેઓ ફક્ત 6 મહિનામાં જ પાછા આવ્યા છે

વાયુસેના ચીફ બીએસ ધનોઆએ વધુમાં કહ્યું અમારામાં ઘણી સમાનતા છે. અમને બંનેને એક વખત હટાવાયા હતા. બીજું કે અમે બંનેએ પાકિસ્તાનીઓનો મુકાબલો કર્યો છે. હું કારગીલ લડ્યો, અભિનંદન બાલાકોટથી લડ્યા. ત્રીજી વાત એ કે મેં તેના પિતા સાથે પમ ફ્લાય કર્યું છે. મારા માટે સન્માનની વાત છે કે મેં મિગ 21ની છેલ્લી સવારી તેમના પુત્ર સાથે કરી છે.

વાયુસેના ચીફ બીએસ ધનોઆ પણ મિગ 21ના પાઈલટ રહી ચૂક્યા છે. તેમણે 1999માં કારગિલ યુદ્ધ સમયે વાયુસેનાની 17મી સ્ક્વોડ્રનની કમાન સંભઆળતા મિગ 21 ઉડાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે વાયુસેનાએ બાલાકોટમાં આતંકી ઠેકાણા પર 26 ફેબ્રુઆરીએ હવાઈ હુમલા બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી કરી હતી. આ જવાબી કાર્યવાહીનો સામનો કરતા વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના એફ 16 અને મિગ 21 બાયસન વિમાનને પાછા ખદેડતા પાકિસ્તાની સરહદમાં પહોંચ્યા હતા. અભિનંદનનું મિગ 21 પાકિસ્તાની સરહદમાં ક્રેશ થઈ ગયું હતું. જે બાદ તેમને પાકિસ્તાની સૈન્યે પકડ્યા હતા.

indian air force national news