વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા મામલે આજે નિર્ણય

06 February, 2019 07:54 PM IST  | 

વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા મામલે આજે નિર્ણય

ભાગેડુ ગુનેગાર ? આજે કોર્ટ કરશે નિર્ણય


વિજય માલ્યાને આર્થિક ગુનેગાર જાહેર કરવો કે નહીં તે મામલે આજે કોર્ટ ચુકાદો આપશે. માલ્યા વિરુદ્ધ આ અરજી પ્રવર્તન નિર્દેશાલય એટે લે કઈડીએ દાખલ કરી છે. લંડનની કોર્ટ માલ્યાના પ્રત્યાર્પણને મંજૂરી આપી ચૂકી છે, પરંતુ માલ્યા પાસે તેના વિરુદ્ધ અરજી કરવા જાન્યુઆરી સુધીનો ટાઈમ છે. માલ્યા હાલ બ્રિટનમાં છે. 62 વર્ષના બિઝનેસમેન પર મની લોન્ડ્રિંગનો આરોપ છે. લંડનની કોર્ટે માલ્યાને ભારત મોકલવા આદેશ પણ આપી દીધો છે.

નવ હજાર કરોડના બેન્ક કૌભાંડમાં ફરાર આરોપી વિજય માલ્યાને 'ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ 2018' અંતર્ગત ભાગેડુ જાહેર કરવાની અરજી પર ચુકાદો આપવા માટે વિશેષ અદાલતે 26 ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી. ઈડીએ આ મામલે PMLA કોર્ટમાં અરજી દાખલ કરી છે. જો કોર્ટ માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરશે તો માલ્યાની સંપત્તિ જપ્ત કરવાનો ઈડીને હક મળી જશે.

ઈડીની આ અરજી પર PMLA જજ એમ. એસ. આઝમી આજે ચુકાદો આપશે. તો માલ્યાના વકીલ અમિત દેસાઈ આ મામલે માલ્યા તરફથી રજૂઆત કરી રહ્યા છે.

vijay mallya london