ઑગસ્ટ પહેલાં ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ શકે છે : સરકાર

24 May, 2020 11:04 AM IST  |  New Delhi | Agencies

ઑગસ્ટ પહેલાં ઇન્ટરનૅશનલ ફ્લાઇટ્સ શરૂ થઈ શકે છે : સરકાર

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપ સિંહ પુરી શનિવારે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર લાઇવ થયા હતા. આ દરમિયાન તેમણે લોકોના સવાલોના જવાબ આપ્યા હતા ત્યારે એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિના પહેલાં અમે ઇન્ટરનૅશનલ ફ્લાઇટ સેવા શરૂ કરી શકીએ છીએ. જોકે ફ્લાઇટ શરૂ કરતાં પહેલાં દેશમાં કોરોના વાઇરસની સ્થિતિનો તાગ મેળવાશે. ઇન્ટરનૅશનલ ફ્લાઇટ સેવા શરૂ કરવા માટે ઍરપોર્ટ ઑથોરિટી અને ઍરલાઇન્સ કંપનીઓ સંપૂર્ણ રીતે તૈયાર છે.

કેન્દ્રીય પ્રધાને કહ્યું કે ‘ડોમેસ્ટિક ફ્લાઇટ માટે વિગત વાર એસઓપી જાહેર કરવામાં આવી છે. પ્રવાસીએ બે કલાક અગાઉ ઍરપોર્ટ પર પહોંચવું પડશે અને માસ્ક પહેરવું ફરજિયાત બનશે. બધાએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે. આ સાથે સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે કે તેમાં કોઈ લક્ષણો નથી તો જ બૉર્ડિંગ પાસ મળશે. તેમણે કહ્યું કે જો ડિમાન્ડ સારી રહી અને રાજ્યો સાથે સંકલન સારું રહેશે તો ટૂંક સમયમાં ડોમેસ્ટિક ઉડાનની સંખ્યામાં વધારો કરવામાં આવશે.

national news new delhi