નવા વેરિઅન્ટ સામે વૅક્સિન્સ અસરકારક રહેશે?

29 November, 2021 05:33 PM IST  |  New Delhi | Agency

કેટલાક મ્યુટેશન્સ સ્પાઇક પ્રોટિનના એરિયામાં થાય છે જેને ઍન્ટિબૉડીઝ દ્વારા ટાર્ગેટ કરાય છે જે જોતાં જણાય કે અત્યારની વૅક્સિન્સ ઓછી અસરકારક રહેશે. જોકે, એના વિશે આગામી થોડાં અઠવાડિયાંમાં જાણ થશે.

પ્રતીકાત્મક તસવીર

ઑમિક્રૉન વેરિઅન્ટને લઈને ભય વધ્યો છે ત્યારે સમગ્ર દુનિયામાં દેશો પોતાના નાગરિકોને પ્રોટેક્ટ કરવા પગલાં ભરી રહ્યાં છે, જેના ભાગરૂપે આફ્રિકન દેશો સાથેના ઍર-ટ્રાવેલ પર બૅન મૂકી દેવામાં આવ્યો છે. આ વેરિઅન્ટ સામે વૅક્સિન્સ અસરકારક રહેશે કે નહીં એ સવાલ છે ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના એપિડેમીઓલૉજી અને કમ્યુનિકેબલ ડિઝીસ ડિવિઝનનાં હેડ ડૉ. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે ‘અત્યારના સાયન્ટિફિક પુરાવાઓ પરથી જણાય છે કે આ નવા વેરિઅન્ટમાં મ્યુટેશન્સનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને અત્યારની વૅક્સિન્સ કદાચ ઓછી અસરકારક રહેશે અને એને અપડેટ કરવી પડી શકે છે.’ ડૉ. પાંડાએ કહ્યું હતું કે ‘ઇન્ફેક્શન, વૅક્સિનેશન્સ અને આ વેરિઅન્ટથી કેવા પ્રકારની ઇમ્યુનિટી ઊભી થાય છે એના વિશે સમય જ કહેશે.’ 
કેટલાક એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે આ વાઇરસના મ્યુટેશનનું પ્રમાણ ચિંતાજનક છે. કેટલાક મ્યુટેશન્સ સ્પાઇક પ્રોટિનના એરિયામાં થાય છે જેને ઍન્ટિબૉડીઝ દ્વારા ટાર્ગેટ કરાય છે જે જોતાં જણાય કે અત્યારની વૅક્સિન્સ ઓછી અસરકારક રહેશે. જોકે, એના વિશે આગામી થોડાં અઠવાડિયાંમાં જાણ થશે.

national news covid vaccine