સિંધિયાને મળશે નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં સ્થાન?

12 July, 2020 12:43 PM IST  |  Mumbai Desk | Agencies

સિંધિયાને મળશે નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં સ્થાન?

જ્યોતિરાદિત્ય સિંધિયા

મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેની કૅબિનેટનો વિસ્તાર થવાનો છે. એ કૅબિનેટ વિસ્તાર શ્રાવણના અંતમાં થશે. શ્રાવણ ત્રણ ઑગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ મંત્રીમંડળનો વિસ્તાર ઑગસ્ટના બીજા સપ્તાહમાં થવાની શક્યતા છે. બીજેપીનું માનવું છે કે શ્રાવણના સમાપન પર કૅબિનેટ વિસ્તાર માટે શુભ સમય છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૭ પ્રધાનોની સાથે ૨૦૧૯ની ૩૦ મેએ બીજી વાર પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાને કેન્દ્રીય કૅબિનેટમાં સ્થાન મળે એવી શક્યતા છે.
સૂત્રોના કહ્યા મુજબ, પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ, અનિલ જૈન, અનિલ બુલાનીને મંત્રી તરીકે નિમાશે, જ્યારે રાજસ્થાનના એક મંત્રીને હટાવાશે. આઠ કૅબિનેટ મંત્રીઓની પાસે બેથી ત્રણ મંત્રાલય છે. આ સ્થિતિમાં આ મંત્રીઓનો કાર્યભાર ઓછો કરવામાં આવશે.

national news jyotiraditya scindia indian politics