કોરોનાની સાથે જીવવું પડશે, જૂનમાં સૌથી વધારે કેસ નોંધાશે:એમ્સ ડિરેક્ટર

08 May, 2020 01:44 PM IST  |  Mumbai Desk | Agencies

કોરોનાની સાથે જીવવું પડશે, જૂનમાં સૌથી વધારે કેસ નોંધાશે:એમ્સ ડિરેક્ટર

AIIMS ડિરેક્ટર

કોરોના વાઇરસના કારણે દેશમાં ૪૦ દિવસ તાળાબંધી કરવામાં આવી. આશા હતી કે લૉકડાઉનમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકશે, પરંતુ જે પ્રમાણમાં દેશમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે એ પરથી કહી શકાય કે લૉકડાઉન છતાં કોરોના કેસમાં ભારે ઘટાડો થઈ શક્યો નથી.

એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે ૪૦ દિવસ સજ્જડ બંધ રહેવા છતાં દેશમાં કોરોના કેસમાં ઘટાડો થયો નથી. દેશમાં હાલમાં કેટલાક વિસ્તારોમાં લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. જોકે રેડ ઝોનમાં વધુ કડક લૉકડાઉનનું અમલ કરવામાં આવ્યું છે ત્યાં રણદીપ ગુલેરિયાએ ઇટલી અને ચીનનું ઉદારહણ આપતાં જણાવ્યું કે સોશ્યલ ડિસ્ટન્સ માટે પગલાં લીધાં એના એક મહિના પછી પરિણામો જોવા મળ્યાં હતાં. જોકે ભારતની પરિસ્થિતિ પર હાલમાં એ વિશે કહી શકાય નહીં ત્યાં એઇમ્સના ડૉ. રણદીપ ગુલેરિયાનું માનવું છે કે જૂન અને જુલાઈમાં કોરોના વાઇરસ ભારતમાં પીક પર હશે.

રણદીપ ગુલેરિયા અનુસાર ભારતમાં જે રીતે કોરોના વાઇરસના કેસ વધી રહ્યા છે એ જોઈને એ કહેવું મુશ્કેલ છે કે કોરોના વાઇરસ ક્યારે પીક પર હશે, પરંતુ સંભાવનાઓ છે એક જૂન અને જુલાઈમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ હશે જેના માટે આપણે તૈયાર રહેવું જોઈએ.

national news coronavirus covid19