સૅલરી ન મળવાથી કિંગફિશરના એન્જિનિયરની પત્નીએ સુસાઇડ કર્યું

05 October, 2012 04:57 AM IST  | 

સૅલરી ન મળવાથી કિંગફિશરના એન્જિનિયરની પત્નીએ સુસાઇડ કર્યું



સાઉથ દિલ્હીના પાલમ એરિયામાં રહેતો સુસ્મિતાનો પતિ માનસ ચક્રવર્તી કિંગફિશર ઍરલાઇન્સમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. પોલીસને મળી આવેલી સુસાઇડ-નોટમાં સુસ્મિતાએ જણાવ્યું છે કે તેના પતિને છેલ્લા છ મહિનાથી સૅલરી મળતી નથી જેને કારણે તેઓ ગંભીર આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે.

સુસ્મિતાએ એમ પણ લખ્યું હતું કે તેનો પતિ અત્યંત પ્રેમાળ છે અને તે દીકરાનું પણ સારી રીતે ધ્યાન રાખે છે. સુસ્મિતાએ ગઈ કાલે બપોરે ઘરના એક રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલી કિંગફિશર ઍરલાઇન્સના કર્મચારીઓને લાંબા સમયથી પગાર નથી ચૂકવાયો. ગઈ કાલે મુંબઈમાં કિંગફિશર ઍરલાઇન્સના અનેક કર્મચારીઓએ સુસ્મિતા ચક્રવર્તીના આત્મહત્યાને લઈને દેખાવો કર્યા હતા.