પત્નીના 14 પુરૂષો સાથે અનૈતિક સંબંધ, પતિએ જે કર્યું તે જાણીને ચોંકી જશો

22 July, 2020 07:47 PM IST  |  Kolkata | Gujarati Mid-day Online Correspondent

પત્નીના 14 પુરૂષો સાથે અનૈતિક સંબંધ, પતિએ જે કર્યું તે જાણીને ચોંકી જશો

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં એક અઅશ્ચર્યજનક બનાવ બન્યો છે. જે સાંભળીને પગ નીચેથી ચોક્કસ જમીન ખસી જાય. કોલકત્તામાં રહેતા એક બિઝનેસમેનની પત્નીના 14 પુરૂષો સાથે અનૈતિક સંબંધ હતાં. બિઝનેસમેનને આ વાતની જાણ થતા જ તેણે પત્નીને બદલે બધા જ પુરૂષોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું અને તેમની વિરુદ્ધ માનહાનિનો દાવો કરી દીધો છે.

બિઝનેસમેને પત્ની સાથે અનૈતિક સંબંધ રાખનારા 14 પુરૂષોને લીગલ નોટિસ મોકલાવીને કુલ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. સાથે જ કહ્યું છે કે, જો બે અઠવાડિયાની અંદર તેઓ દંડની રકમ નહીં ભરે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પતિનો આરોપ છે કે, આ 14 પુરૂષોને લીધે તેના લગ્નજીવનમાં ભંગાણ પડયું છે અને સમાજમાં બદનામી થઈ છે. એટલું જ નહીં ડ્રાઈવરને જાસૂસ બનાવીને દરેક વિરુદ્ધ પુરતા પુરાવા પણ ભેગા કરી લીધા છે.

બિઝનેસમેને દરેકને જુદી જુદી નોટિસ મોકલાવી છે. જેમાં લખ્યું છે કે, મારી પત્ની સાથે તમારા શારીરિક સંબંધ છે અને તમે ગુપ્ત રીતે મારી પત્નીના સંપર્કમાં છો. તમને બહુ સારી રીતે ખબર છે કે મારી પત્નીના લગ્ન થયેલા છે. એટલું જ નહીં, તામારામાંથી કેટલાક લોકો તો મને ઓળખે પણ છે અને ખબર છે કે હું તેનો પતિ છું. છતા તેની સાથે અનૈતિક સંબંધો રાખ્યા છે. તમારા કારણે મારું લગ્ન જીવન વિખરાઈ ગયું છે અને તેમાં ભંગાણ પડયું છે. હું બહુ મુશ્કેલીમાં છું. તમારા લોકોના લીધે સમાજમાં મારી પ્રતિષ્ઠા ખરાબ થઈ છે. હું તમને માનહાનિની નોટિસ મોકલાવું છું. જે અંતર્ગત તમારે બે અઠવાડિયાની અંદર 100 કરોડ રૂપિયા ભરવાના રહેશે નહી તો તમારી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામા આવશે.

નોટિસ મળ્યાં પછી 14 પુરૂષોના હોશ ઉડી ગયા છે.

national news kolkata west bengal love sex aur dhokha sex and relationships