પંજાબમાં દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના મામલે રાહુલ ગાંધી કેમ ચૂપ?

25 October, 2020 03:59 PM IST  |  Mumbai | Agencies

પંજાબમાં દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના મામલે રાહુલ ગાંધી કેમ ચૂપ?

પંજાબમાં દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના મામલે રાહુલ ગાંધી કેમ ચૂપ?

બિહારથી સ્થળાંતર કરીને પંજાબના ટાંડામાં રહેવા ગયેલા પરિવારની છ વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યાના કેસ પર બીજેપીએ કૉન્ગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. બીજેપીએ વિરોધ પક્ષને પ્રશ્ન કર્યો હતો કે તેના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાએ હજી સુધી પીડિતાના પરિવારની મુલાકાત કેમ નથી લીધી. બીજેપીના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન વિજય સાંબલાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના નેતા પ્રકાશ જાવડેકરે આરોપ મૂક્યો હતો કે ઉત્તર પ્રદેશમાં દલિત સામૂહિક બળાત્કારનો ભોગ બનીને મૃત્યુ પામેલી યુવતી અને તેના પરિવારની મુલાકાત માટે રાજકીય પ્રવાસ કરનારા રાહુલ ગાંધી અને તેની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત યુવતીના પરિવારની મુલાકાતે પંજાબ કેમ ન ગયાં.
દેશના બે પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ થયેલી હિચકારી ઘટનામાં તેમની પ્રતિક્રિયાઓ જુદી-જુદી કેમ છે. બીજેપીશાસિત ઉત્તર પ્રદેશમાં આવેલા હાથરસની મુલાકાત પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું હતું કે તેઓ ફોટાઓ પડાવી પ્રકાશમાં આવવા માટે જ ત્યાં પહોંચ્યાં હતાં.

national news rahul gandhi bharatiya janata party punjab