02 August, 2024 07:48 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સાંસદ
બુધવારે રાતે દિલ્હીમાં પડેલા જોરદાર વરસાદને લીધે નવા સંસદભવનની છતમાંથી પાણીનું ગળતર થયું હતું એટલું જ નહીં, સંસદભવનની બહારના પ્રાંગણમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. આ બાબતે જોરદાર રાજકારણ થયા બાદ ગઈ કાલે સંસદભવનના સચિવાલયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ ગ્રીન બિલ્ડિંગ હોવાથી એમાં પૂરતો પ્રકાશ આવે એ માટે લૉબીની ઉપર કાચના ગુંબજ લગાવવામાં આવ્યા છે. આ ગુંબજ લગાવતી વખતે લગાડેલું કેમિકલ ધોવાઈ જતાં ત્યાંથી પાણીનું ગળતર થયું હતું. જોકે એની જાણ થતાં તરત સમારકામ કરી દેવાયું છે અને ત્યાર બાદ ત્યાંથી પાણીનું ગળતર બંધ થઈ ગયું છે.’