જાન્યુઆરીમાં ભારતમાં હોલસેલ-મોંઘવારીમાં ૧.૮૧ ટકા વધારો થયો

17 February, 2026 07:15 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ખાદ્ય ચીજોમાં ફુગાવો દર ૧.૫૫ ટકા રહ્યો જ્યારે ડિસેમ્બરમાં ૦.૪૩ ટકાનો ઘટાડો થયો હતો

પ્રતીકાત્મક તસવીર

કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી ખાતાએ જાહેર કરેલા ડેટા મુજબ ભારતમાં જાન્યુઆરી મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)માં ૧.૮૧ ટકાનો વધારો નોંધાયો હતો જે વાર્ષિક ધોરણે હોલસેલ પ્રાઇસમાં વધારો થયો હોવાનું જણાવે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં WPI ૦.૮૩ ટકા હતો અને ૨૦૨૬ના જાન્યુઆરીમાં આ દર ૧.૮૧ ટકા રહ્યો જે હોલસેલ લેવલ પર ભાવમાં તેજીથી વધારો થયો હોવાનું દર્શાવે છે. આ વધારો ખાવાપીવાની ચીજો, નૉન-ફૂડ આર્ટિકલ્સ, કપડાં અને મૅન્યુફૅક્ચર્ડ આઇટમ્સની કિંમતોમાં થયેલા વધારાને કારણે હતો. ખાદ્ય ચીજોમાં ફુગાવો દર ૧.૫૫ ટકા રહ્યો જ્યારે ડિસેમ્બરમાં ૦.૪૩ ટકાનો ઘટાડો થયો હતો. શાકભાજીઓમાં ફુગાવો ૬.૭૮ ટકા રહ્યો જ્યારે ડિસેમ્બરમાં એ ૩.૫૦ ટકા હતો. 

national news india inflation indian economy indian government