બે અઠવાડિયા સુધી દરરોજ એક લાખથી વધુ કોરોનાના કેસ નોંધાશે: WHO

16 June, 2020 12:46 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

બે અઠવાડિયા સુધી દરરોજ એક લાખથી વધુ કોરોનાના કેસ નોંધાશે: WHO

વિશ્વ સ્વાસ્થય સંગઠનના ચીફ ટેડરૉસ એડહૉમ (ફાઈલ તસવીર)

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ ચેતવણી આપી છે કે, આવનારા સમયમાં એશિયા, દક્ષિણ અમેરિકા અને મિડલ ઇસ્ટના દેશોમાં પરિસ્થિતિ આવી જ રહેશે અને કોરોના વાયરસ (COVID-19)નો કહેર ચાલુ જ રહેશે. આવનારા 15 દિવસ પરિસ્થિતિ જેમ છે તેમ જ રહેશે. આગામી બે અઠવાડિયા સુધી દરરોજ એક લાખથી વધુ કેસ નોંધાશે. એટલું જ નહીં WHOએ ચીન માટે એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે બેઈજિંગમાં નવા કેસ આવવા તે ગંભીર વાત છે અને જેનો જલ્દી જ ઉકેલ આવવો જોઇએ.

WHOના ચીફ ટેડરૉસ એડહૉમએ કહ્યું છે કે, 50 દિવસ પછી ચીનમાં ફરી એક વાર સ્થિતિ ખરાબ થઈ રહી છે. બેઈજિંગમાં મળેલું ક્લસ્ટર ખતરનાક સાબિત થઇ શકે છે. જેને સમય રહેતા નિયંત્રણમાં લેવું પડશે. WHOએ કબુલ્યું છે કે, ચીનને તેની સામે આવતા કેસને સારી રીતે સંભાળ્યું છે. પણ આ કેસમાં વધુ સતર્કતા રાખવી જરૂરી છે.

WHOના ઇમરજન્સી ચીફ ડૉક્ટર માઇકલ રેયાને કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર હેલ્થ એજન્સી પણ બેઈજિંગમાં સંક્રમણ ફેલાવા મામલે સતત ચીન સાથે સંપર્ક બનાવી રહી છે. જો ચીનને કોઇ પણ પ્રકારની મદદની જરૂર પડશે તો WHOની ટીમ પણ ત્યાં મોકલવામાં આવશે.

ટેડરૉસે વધુમાં કહ્યું હતું કે, દુનિયામાં કોરોના સંક્રમણ 80 ટકાથી વધુ કેસ બ્રાઝિલ, અમેરિકા, ભારત, રશિયા, પેરુ, ચિલી, પાકિસ્તાન અને સાઉદી અરબમાંથી આવી રહ્યા છે. એટલું જ નહીં સાઉથ એશિયાના દેશોમાં કોરોનાએ ઝડપ પકડી છે અને તે ખૂબ જ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે.

કોરોના વાયરસ મહામારીએ આફ્રિકામાં પણ ઝડપ વધારી છે. અહીં કોરોના વાયરસના એક લાખ કેસ થવામાં 98 દિવસ લાગ્યા હતા. જ્યારે તેમની સંખ્યા 2 લાખ પહોંચવામાં ફક્ત 18 જ દિવસ લાગ્યા. WHOએ આફ્રિકાની પ્રમુખ માશિદિસો મોઇતીને કહ્યું હતું કે, આફ્રિકાના 54 દેશોમાંથી અડધાથી વધુમાં સામુદાયિક સંચરણ શરૂ થયું છે જે ખૂબ જ ગંભીર છે. મહાદ્રીપમાં આ વાયરસ મુખ્યત, યુરોપથી આવ્યું છે. અથવા તો શહેરી વિસ્તારો અને વ્યાવસાયિક કેન્દ્રથી તે ગ્રામીણ વિસ્તારોમાં પહોંચ્યું છે. આફ્રિકામાં કોરોના વાયરસ સંક્રમણના 2,54,000 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને 6,700 લોકોનું મોત થયું છે.

coronavirus covid19 world health organization