WHO એ કહ્યું કે ભારત પર નિર્ભર છે કોરોનાનું ભવિષ્ય

24 March, 2020 05:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

WHO એ કહ્યું કે ભારત પર નિર્ભર છે કોરોનાનું ભવિષ્ય

WHOના ડાયરેક્ટર ડૉ. માઈકલ જે રાયન

કોરોના વાયરસ (COVID-19)ને હરાવવા માટે ભારત સહિત વિશ્વના અનેક દેશો પોતાની તાકાત લગાડી રહ્યાં છે. ભારતમાં હજી સુધી કમ્યુનિટિ ટ્રાન્સમિશનનો તબક્કો નથી આવ્યો એટલે થોડીક રાહત છે. દરમ્યાન વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ડાયરેક્ટર ડૉક્ટર માઈકલ જે રાયને કહ્યું હતું કે, કોરોના વાયરસ (COVID-19)ની ભવિષ્યમાં કેવી અને કેટલી અસર રહેશે તે ભારત જેવી વિશાળ જનસંખ્યા ધરાવતા દેશોની કાર્યવાહી પર આધાર રાખે છે. ચાઈનાની જેમ જ ભારત પણ વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. કોરોના વાયરસના દુરગામી પરિણામો એ બાબાત પર નિર્ભર કરે છે ભારત જેવા મોટા દેશો કઈ રીતે તેની સામે કાર્યવાહી કરે છે.

રાયને વધુમાં કહ્યું હતું કે, ભારતે પહેલા પણ સ્મૉલ પૉક્સ અને પોલિયો જેવી મહામારીનો સામનો કર્યો છે. ભારતમાં જબરજસ્ત ક્ષમતા છે. જ્યારે સમાજ અને દેશ એકત્રિત થાય છે ત્યારે કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

ભારતમાં અત્યાર સુધી કોરોનાના 471 કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધી આ મહામારી ફક્ત બીજા તબક્કા સુધી પહોચી છે. ભારતની કોશિશ છે કે આ રોગ ત્રીજા તબક્કા 'કમ્યુનિટિ ટ્રાન્સમિશન'માં એટલે કે જ્યાં ખબર ન પડે કે વાયરસ કયા કારણે વ્યક્તિ સુધી આવ્યું જ છે એ ખબર ન પડે ત્યા સુધી ન પહોચે. ભારત સંપુર્ણ તાકાત લગાડીને કોરોના વાયરસ સામે લડી રહ્યું છે એટલે WHO સહિત અન્ય દેશો ભારતની પ્રશંસા કરે છે.

coronavirus covid19 national news world health organization